(જી.એન.એસ,હર્ષદ કામદાર)
આપણા ગુજરાતના એક સમયના રાજ્ય સભાના પ્રતિનિધિ સ્મૃતિબેન ઈરાની યાદ આવી ગયા. કારણકે નિર્ભયા રેપ કાંડ બાબતે તેઓ દિલ્હી ખાતે રોડ ઉપર મહિલાઓ સાથે ઉતરી આવીને ભારે હંગામો મચાવી દીધો હતો. તો સંસદમાં અને સંસદની બહાર મીડિયા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે તેઓ વિરોધ પક્ષ(ભાજપા)માં હતા. દિલ્હીમા રોડ ઉપર મહિલાઓ સાથે વિરોધ કરવા નીકળ્યા ત્યારે તેઓએ કહેલ કે આ (કોંગ્રેસ) સરકારમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. મોંઘવારી બેહદ વધી ગઈ છે, આમ પ્રજા ભારે પરેશાન છે. તો સંસદ બહાર મીડિયા સામે નિર્ભયા રેપ કાડ અનુસંધાને બોલ્યા હતા કે આ દેશમાં કેટલી બેટીઓ પર બળાત્કાર થશે ?સરકાર ક્યારે જાગશે.? સરકાર દેશની જનતાને બતાવે કે એવા કયા ઠોસ (આકરા) પગલાં લીધા કે જેથી બળાત્કાર રોકી શકાય. અમે સંસદમાં પૂછયું કે કયા પોલીસવાળાએ કેસ નોંધાવા માટે મનાઈ કરી..? એ કયા પોલીસવાળા હતા કે જેની તપાસ ન કરી.? કેટલાક લોકો છે કે જે આ બાબતે રાજકીય ખેલ કરવા માંગે છે. કારણ સત્તા મેળવવા આવા પ્રયોગ કરતા રહે છે. આવા સત્તાપ્રાપ્તિ પ્રયત્નો રાજકારણમાં પ્રચલિત છે. તેમને સંસદમાં કહ્યું હતું કે યુપીએના ચેરમેન (સોનિયા ગાંધી)એ કહ્યું હતું કે ટાઈમ ઇઝ ફોર એક્શન…. તો પછી અમારું નહીતો સોનિયાજીનુ તો સાંભળો. અમે પણ બોલવા તૈયાર છીએ કે બાળકી પર બળાત્કાર કરનારને સદાય મોત આપો. આ વાતની રાજસભામાં રજૂઆત કરી છે. તેમ જ મહિલા સુરક્ષા માટે રજૂઆત કરીશ અને સરકારની નિષ્ફળતા ગણાવીશ. મહિલા સુરક્ષાને સુદ્રઢ કરી શકતા હતા પણ સરકારે કરી નહી. જોકે તે સમયમા આપણા વડાપ્રધાને કહ્યું હતું કે દિલ્હી રેપ કેપિટલ બની ગયું છે. સ્મૃતીજીએ ગુજરાતમાં બનેલ રેપની જુનાગઢ, વડોદરા, રાજકોટ તેમજ અન્ય ગ્રામ્ય રેપ ઘટનાઓ અંગે સંસદમા કે સરકારમાં રજૂઆત કરી ન હતી. અત્યારે તેઓ પોતે કેન્દ્ર સરકારમાં મંત્રી છે. ત્યારે હૈદરાબાદની મહિલા ડોક્ટરના રેપ વીથ મર્ડરની ઘટના અંગે એક પણ શબ્દ બોલ્યા નથી. ત્યારે આશ્ચર્ય થાય છે….! વિરોધ પક્ષમાં હતા ત્યારે પ્રજાની લાગણી જીતવા ઘણું બોલતા અને હવે રાહુલ ગાંધીએ રેપ ઈન ઇન્ડિયા કહ્યું ત્યારે તેમણે લોકસભા ગજવી દીધી…. સ્મૃતિબેન, દેશમાં બનતી ઘટના પર નજર કરો…. દેશના અનેક રાજ્યોમાં રેપ અને રેપ વીથ મર્ડરની અનેક ઘટનાઓ બની રહી છે. ત્યારે એટલોજ સવાલ છે કે મહિલા સુરક્ષા અંગે હંગામો કરનાર આપશ્રીએ મૌન કેમ ધારણ કરી લીધું છે…..?
કેન્દ્ર સરકારમાં એડીઆર ના એક રિપોર્ટમાં એવો ખુલાસો થયેલ છે કે મહિલા વિરુદ્ધના મામલાઓમાં ભાજપા સાંસદોની વધુ સંડોવણી છે. જેના 21 સાંસદો મહિલા વિરૂધ્ધના ગુનાઓનો સામનો કરી રહ્યા છે. બીજા નંબરે કોંગ્રેસ આવે છે જેના 16 સાસદો છે, ત્રીજા નંબરે વાયએસઆર પક્ષના 7 સાંસદો છે. મહિલાઓ વિરુદ્ધના ગુનામાં લોકસભામાં 2019 માં 19 ની સંખ્યા છે. તો 3 સાંસદ અને 6 ધારાસભ્યો છે જેઓ રેપ સાથે જોડાયેલા છે… છેલ્લા પાંચ વર્ષમાં માન્યતાપ્રાપ્ત 41 એવા ઉમેદવારોને ચૂંટણી ટિકિટ આપી હતી કે જેમણે બળાત્કાર સંબંધિત મામલાની જાહેરાત કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ વિરૂદ્ધ થતા ગુનામાં જોડાયેલા 66 ઉમેદવારોને રાજ્યસભા, લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડવા ભાજપાએ ટિકિટ આપી હતી.એડીઆર અને નેશનલ ઇલેકશન વોચ એ કહેલ છે કે 759 સાસદો અને 4063 ધારાસભ્યોના 4896 ચૂંટણી એફીડેવીટમાંથી 4822 નુ વિશ્લેષણ કર્યું. જે અનુસાર મહિલાઓ વિરૂદ્ધ થતા ગુનામાં લોકસભાના ઉમેદવારોની સંખ્યા 126 થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 572 એવા ઉમેદવારો છે કે જેઓ રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડ્યા છે. પરંતુ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા નથી. અને આ બધું હોવા છતાં જે તે પક્ષોએ આવા ઉમેદવારોને પસંદ કર્યા હતા. આ અહેવાલમાંથી જરૂરી નોંધ લોકો લે તે માટેના મુદ્દાઓ નોંધ્યા છે. આવી હકીકતો છતાં લોકો લોકસભા કે વિધાનસભામાં ચૂંટીને મોકલે છે. પછી તેમની પાસે મહિલા સુરક્ષા માટે કેટલી અપેક્ષા રાખી શકાય…..? તો સગીરા કે મહિલા રેપિસ્ટને ફાંસીએ લટકાવવાનો કાયદો ઘડવાની આશા કેટલા અંશે યોગ્ય ગણાય….?!
ચૂંટણી સમયે લોકો પોતે જ નેતાઓની-ઉમેદવારની ભ્રામક વાતો અને ભારે શો-બાજી જોઈને આંખો મીંચીને મતો આપી ગુનેગારોને ચુટી મોકલે એ કેટલા અંશે યોગ્ય છે….? અને આવા લોકોને ચૂંટી કાઢયા પછી પસ્તાવા સિવાય કશું જ લોકોના હાથમાં નથી રહેતું….! તે સમજવાની જરૂર છે. હૈદરાબાદના મહિલા ડોક્ટર પર રેપ વિથ મર્ડરની ઘટના ના દિવસેજ દિલ્હીમાં નવ વર્ષની બાળકી ઉપર રેપ, ટાંકમાં છ વર્ષની બાળા પર રેપ વીથ મર્ડર, ઓરિસ્સામાં મહિલા પ્રોફેસર પર રેપ વિથ મર્ડર, ગુજરાતના રાજકોટમાં 3 રેપની ઘટના ઘટી, વડોદરામાં વિદ્યાર્થિની ઉપર રેપની ઘટના ઘટે છે ત્યાર બાદ દેશભરમાં લોકોનો ભારે આક્રોશ વ્યકત થઇ રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશમાં રેપ વીથ મર્ડરની ઘટના ઘટે છે, ઓડિશામાં પરિણીતા ઉપર ગેંગરેપની ઘટના, બદલાપુરમા મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરવાનો પ્રયાસ, તો છત્તીસગઢમાં ૧૫ થી વધુ વિદ્યાર્થીનીઓની છેડતી, ગુજરાતના પાદરામાં વિદ્યાર્થીનીની હત્યા સહિત વિવિધ મહિલા વિરુદ્ધ બનાવો બન્યા છે. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધીએ દેશમાં બની રહેલ રેપની ઘટનાઓને લઈને રેપ ઈન ઈન્ડિયા કહેતા ભારે હોહા મચી ગઇ. સ્મૃતિ ઈરાનીની આગેવાનીમાં ભાજપાની મહિલા સાંસદોએ ભારો હોબાળો મચાવી દીધો અને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી દીધી. પરંતુ મહિલા સુરક્ષા ની વાત કરતા આ ભાજપાના સાંસદોએ રેપ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની, રેપીસ્ટને ફાંસીની સજાનો કાયદો ઘડવા અને રેપીસ્ટને માફી નહીં એવા મુદ્દાઓ ઉઠાવ્યા જ નહીં. અને રાહુલ માફી માંગે તેવો મુદ્દો ઉઠાવવો કેટલો યોગ્ય કહેવાય…? કારણ કે રાહુલ ગાંધીએ ઉત્તર-પૂર્વમાં હિંસા સહિતના મુદ્દે ભાજપા લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા આ બધું કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. અને એટલા માટેજ રેપ ઇન્ડિયાને ભાજપાના સાંસદોએ મુદ્દો બનાવ્યો હતો. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો તેમાં જોઈ શકાય છે કે સ્મૃતિ ઈરાનીએ કરેલા આક્ષેપો અનુસાર કોઈ ટીકા રાહુલે કરી નથી…. દેશમાં વધતી જતી રેપની ઘટના અનુસંધાને જ રાહુલ ગાંધીએ વાત કરી હતી. પરંતુ સ્મૃતિ ઈરાનીએ આ બાબતને ટ્વિસ્ટ કરી હોહા કરી મૂકી હતી. ત્યારે લાગે છે કે સ્મૃતિજી- ભાજપાએ થાપ ખાધી કે પછી…..?!?…. વંદે માતરમ….
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.