માતરના ઊંઢેલામાં કોમી તોફાન થયું હતું. જે માટે ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે બંદોબસ્ત માટે જતા નડિયાદના પોલીસ કર્મચારીનું માતર નજીક અકસ્માતમાં મોત થયું છે. જેથી પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી રાકેશ જસવંતલાલ ગઢવી આજે સવારે પોતાનું મોટરસાયકલ લઈને માતર તાલુકાના ઊંઢેલામાં બંદોબસ્તમાં જતા હતા.
તેમનું મોટરસાયકલ નેશનલ હાઇવે નંબર આઠ પર આવતા વળાંક આગળ રોડ ક્રોસ કરવા માટે ઉભા હતા, તે વખતે પૂરપાટ ઝડપે આવેલી એક કારના ચાલકે તેમના મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં રાકેશભાઈને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ પોલીસ આલમમાં શોકનો માહોલ જોવા મળ્યું હતું. મૃતક પોલીસ કર્મચારી મહેમદાવાદ પાસેના વરસોલા ગામના વતની હતા. માતર પોલીસે આ બનાવ અંગે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.