Home ગુજરાત માણાવદરની 10 વર્ષની વિદ્યાર્થીનીનું વોટર સ્લાઇડમાં ફસાયા બાદ જમીન પર પટકાતા મોત

માણાવદરની 10 વર્ષની વિદ્યાર્થીનીનું વોટર સ્લાઇડમાં ફસાયા બાદ જમીન પર પટકાતા મોત

22
0

ટેકનિકલ ખામી હતી કે શુ તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી

(જી.એન.એસ),તા.૧૪

જુનાગઢ,

જુનાગઢના માણવદરની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનું સ્કૂલ પિકનિકમાં મોત નિપજ્યું હતું. પ્રવાસ દરમિયાન જૂનાગઢ સૂરજ ફન વર્લ્ડની વોટર સ્લાઈડના દોરડામા વિદ્યાર્થીનીનો પગ ફસાયો હતો, જેથી તે નીચે પટકાઈ હતી. આમ, સ્કૂલની પિકનિકમાં મોજ કરતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા.  માણાવદર તાલુકાના બાપોદર ગામની સરકારી પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ જૂનાગઢ આવ્યો હતો. આ પ્રવાસમાં છેલ્લે સૂરજ ફનવર્લ્ડની મુલાકાતે બાળકોને લઇ જવાયા હતા. જ્યાં વોટર સ્લાઇડના દોરડામાં એક બાળકીનો પગ ફસાયા બાદ તે 10 ફૂટ ઉપર ગઇ હતી. જ્યાં લોખંડમાં તે ભટકાઇને જમીન પર પટકાતાં તેનું મોત નિપજ્યું હતું. 

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદર તાલુકાની બાપોદર સરકારી પ્રાથમિક શાળામાંથી બાળકોને શૈક્ષણિક પ્રવાસ માટે જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જેમાં 10 વર્ષની વિદ્યાર્થાની પાલી કાકડિયા નામની વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ છે.  આ ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. અન્ય વિદ્યાર્થીઓ પણ ડરી ગયા હતા. આ ઘટના કેવી રીતે બની અને બાળકીનો પગ કેવી રીતે ફસાયો, આ કોઈ ટેકનિકલ ખામી હતી કે શુ તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરાયણ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં
Next articleગાંધીનગરમાં 14 ગામ લેઉવા પાટીદાર સમાજનાં પસંદગી મેળામાં 200 દિકરા સામે 20 દિકરીઓ જ આવી