Home Uncategorized માણસા ફાયર ટીમે વરસાદમાં ફસાયેલા 100થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત...

માણસા ફાયર ટીમે વરસાદમાં ફસાયેલા 100થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડયા

519
0

(જી.એન.એસ.)માણસા,તા.23

આજરોજ સમગ્ર માણસા તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાઇ ગયા હતા. ત્યારે આજે સારંગી નગર, આંબા તળાવ વિસ્તાર, હોલીવુડ સિનેમા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા જેના કારણે આ પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારે માણસા ફાયરની ટીમે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ફસાયેલા લોકોને ફાયરની ટીમે સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. ફાયરની ટીમ દ્વારા 100 કરતાં પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ રેસ્ક્યુ ઓપરેશન સિદ્ધરાજસિંહ બિહોલ સહિત 11 લોકોની ટીમે હાથ ધર્યુ હતું. ફાયરની ટીમ દ્વારા ખરેખર આ પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી. આજે માણસા તાલુકામાં સવારથી વરસાદે રમઝટ બોલાવી હતી ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ ફાયરની ટીમ દ્વારા માણસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સૌ લોકોએ ફાયર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleઇમાનદારીઃ જનતા ગરાજના સભ્યએ બજારમાંથી મળેલ રૂ.૬૮,૦૦૦ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું
Next articlePSI ભરતી મામલો: ગૌણ સેવાના એફિડેવિટથી 52 જેટલા PSI ઉપર લટકતી તલવાર