Home ગુજરાત માણસા તાલુકાના ધોળાકુવા ગામ સહિત ૧૩ ગામોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ

માણસા તાલુકાના ધોળાકુવા ગામ સહિત ૧૩ ગામોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ

417
0

(જી.એન.એસ,ધવલ દરજી)માણસા,તા.૮
આજ રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી દ્વારા રાજ્યના ૨૦૦૦ ગામોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારે માણસા તાલુકાના ધોળાકુવા ગામ સહિત ૧૩ ગામોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. માણસા તાલુકાના ૧૩ ગામોની વાત કરવામાં આવે તો દેલવાડા, મહુડી, અનોડિયા, લોદ્રા, રિદ્રોલ, ખરણા, બોરુ, ફતેહપુરા, રામપુરા, ધોળાકુવા,વેડા,આજોલ અને દેલવાડમાં હાલ પ્રથમ તબક્કે સેવા સેતુનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારે આજે ધોળાકુવા ગ્રામ પંચાયતમાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચ નરેન્દ્રભાઇ ઠાકોર, તલાટી અને પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સેવા સેતુનો પ્રારંભ થતાં હવે ગામના લોકોને સરકારની ૨૨ સુવિધાઓનો ઘર આંગણે જ લાભ મળશે.

હવે ગામના લોકોએ તાલુકા-જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા નહિ પડે. ધોળાકુવા ગામના સરપંચ નરેન્દ્રભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ એક ઉત્તમ પહેલ કરવામાં આવી છે જેના કારણે ગામડાના છેવડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ મળશે અને જે લોકો લાભોથી વંચિત રહેતા હતા તેમને પણ હવે ગામમાંથી જ તમામ પ્રકારની યોજનાઓ લાભ મળનાર છે.

Previous articleહાથરસ પીડિતાને માણસા આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી
Next articleપેટાચૂંટણીઃ ચાર બેઠકો પર ત્રિપાંખિયો જંગ: બાપુનો ફડાકો, ભાજપ- કોંગ્રેસની ઊંઘ હરામ