માણસા શહેરના વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા અને હાલ અમદાવાદ ખાતે નોકરી કરતો યુવક માણસા શહેરના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે ગયો હતો. તે વખતે એટીએમ કાર્ડ આપી પૈસા કપાવ્યા હતા અને ત્યારબાદ બીજા એક એટીએમ પર પૈસા ઉપાડવા માટે ગયો તે સમયે ત્યાં હાજર એક યુવાને તેમનું એટીએમ કાર્ડ લઈ પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેના ખાતામાંથી 58 હજાર રૂપિયા ઉપડી ગયા હોવાનું એટીએમ કાર્ડ ધારકને ધ્યાને આવતા તેમણે તપાસની અંતે માણસા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરી રકમ ઉપાડી લેવા બાબતે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
માણસા શહેરમાં વિજાપુર રોડ પર આવેલા વિશ્વકર્મા સોસાયટી, વતની અને હાલ ન્યુ રાજહંસ સોસાયટી, બલોલનગર અમદાવાદ ખાતે રહેતા જીજ્ઞેશકુમાર ગાંડાલાલ કડિયા અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 6 નવેમ્બરના રોજ માણસા માર્કેટ યાર્ડની સામે આવેલા દરબારના પેટ્રોલ પંપ પર તેમની માતા સાથે બાઈક લઈને પેટ્રોલ પુરાવા માટે ગયા હતા અને પેટ્રોલ પુરાવ્યા બાદ તેમના એટીએમથી પૈસા કપાવવા માટે પેટ્રોલ પુરનાર વ્યક્તિને તેમનું કાર્ડ આપી સ્વાઇપ કરાવી પૈસા કપાવ્યા હતા. ત્યારબાદ બરોડા બેંકના એટીએમ પર જઈ બીજા પૈસા ઉપાડવાની કોશિશ કરતા તે વખતે પૈસા નીકળ્યા ન હતા.
જેથી તે એટીએમમાં હાજર અન્ય એક ઇસમે તેમને મદદ કરવાના બહાને એટીએમ લાવો અમે તમારા કાર્ડથી પ્રયત્ન કરી જોઈએ, તેવું કહી કાર્ડ લઈ પૈસા ઉપાડવાની કોશિશ કરી હતી, પરંતુ પૈસા નીકળ્યા ન હતા. જેથી તેઓ પરત આવ્યા બાદ રાત્રે તેમના મોબાઈલ પર સમયાંતરે અલગ અલગ રકમના પૈસા ઉપાડવા બાબતના મેસેજ આવવાનું શરૂ થતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જેથી તેમણે સવારે તેમની બેંકની બ્રાંચમાં જઈ આ બાબતે જાણ કરી તેમનું કાર્ડ બ્લોક કરાવી પેમેન્ટ સ્ટોપ કરાવ્યું હતું.
ત્યાં સુધીમાં તેમના ખાતામાંથી 58000 જેટલી રોકડ રકમ અજાણ્યા ઈસમોએ ઉપાડી લીધી હતી. જેથી તેમણે આ બાબતે બેંકમાં જઈ સ્ટેટમેન્ટ કઢાવી પેમેન્ટ કોણ ઉપાડી ગયું છે તે બાબતે તપાસ કરવા છતાં પણ કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે ભારે શોધખોળને અંતે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.