જિલ્લામાં 800 કરતા વધારે સ્થળો પરથી મચ્છર પોરાને દૂર કરાયા
(જી.એન.એસ),તા.૧૨
મહેસાણા
એક તરફ ઠંડી તેનો ચમકારો હવે બતાવવા લાગી છે, તો બીજી તરફ હજુ પણ બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવા માહોલમાં બિમારીઓનુ પ્રમાણ અને ગળાની સમસ્યાઓ વધવા લાગી છે. ત્યાં હવે મચ્છરજન્ય રોગોનો પણ વધારો થવા લાગ્યો છે. તહેવારો સમયે જ મચ્છર જન્ય રોગને લઈ મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી છે. જિલ્લામાં એક મહિના દરમિયાન 50 થી વધારે ડેંગ્યૂના કેસ સામે આવ્યા છે. બીજી તરફ હવે ડેંગ્યૂ સહિતના મચ્છરજન્ય રોગ પર નિયંત્રણને લેવા માટે થઈને આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર ઉપદ્રવ ઘટાડવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જિલ્લામાં અલગ અલગ ટીમો દ્વારા મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા માટે અનેક સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા માટે વેક્ટર ટીમોને મારફતે કાર્યવાહી હાથ ધરી હતી.
15 જેટલી વેક્ટર ટીમો જિલ્લામાં મચ્છરોના પોરાનો નાશ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગત એક માસમાં આ ટીમોએ જિલ્લામાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. 600 કરતા વધારે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગની વેક્ટર ટીમોએ તપાસ શરુ કરી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ સર્જતા પોરા મળી આવ્યા હતા. લગભગ 800 કરતા વધારે સ્થળો પર મચ્છર ઉપદ્રવના પોરા મળ્યા હતા. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમોએ તેનો નાશ કરીને મચ્છર ઉપદ્રવને વધતા રોકવામાં આવ્યા હતા. અનેક સ્થળો પર પોરા નાશ કરીને જ્યાં મચ્છરોને દૂર કરવા માટે દવાઓનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. મચ્છર કરડવાને લઈ થતા રોગની બિમારીઓ ગત માસ દરમિયાન જિલ્લામાં વધવા લાગી હતી. ડેંગ્યૂના કેસમાં પણ વધારો નોંધાયો હતો. જિલ્લામાં એક જ માસમાં 50 થી વધારે ડેંગ્યૂના કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ચિકનગુનીયાના પણ કેસ નોંધાયા હતા. સાથે જ હવે મલેરિયા અને અન્ય રોગચાળો પણ વકરે નહીં તે દિશામાં કાર્યવાહી કરવી જરુરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.