Home ગુજરાત ઉત્તર ગુજરાત મહેસાણા ખાતે ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયામાં એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો

મહેસાણા ખાતે ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયામાં એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો

9
0

(જી.એન.એસ) તા. 24

મહેસાણા,

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેસાણા ખાતે ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયામાં એક બોગસ ઉમેદવારને ઝડપી પાડવામાં આવ્યો છે. આ પકડાયેલ વ્યક્તિએ તેના મિત્રના કોલલેટરનો ઉપયોગ કરી, ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં નામ અને સરનામાની વિગતોમાં એડિટિંગ કરી, પોતાના નામનો ખોટો કોલલેટર બનાવી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કરતાં પકડી પાડવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યભરમાં અલગ-અલગ 15 ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી પ્રક્રિયા તા.08/01/2025થી શરુ થઇ છે. જેમાં શારીરિક કસોટી દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ઉચ્ચ સ્તરીય મોનીટરીંગ સાથે ભરતી બોર્ડ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સાથે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે મહેસાણાનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે. 

આ બોગસ ઉમેદવાર વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે BNSકલમ 336(2) અને 340(2) મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ, બોગસ ઉમેદવારને પકડવામાં સતર્કતા દાખવનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તરફથી પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field