Home ગુજરાત ઉત્તર ગુજરાત મહેસાણામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટ્રેડિંગનો ગોરખ ધંધો પકડયો

મહેસાણામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટ્રેડિંગનો ગોરખ ધંધો પકડયો

11
0

(જી.એન.એસ)તા.19

મહેસાણા,

મહેસાણામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે ગોરખધંધા પર સપાટો બોલાવ્યો. વડનગરના છાબલિયા ગામ પાસે ડબ્બા ટ્રેડિંગનો ગોરખધંધો ચાલતો હતો. આ દરોડામાં કુલ 4 આરોપી ઝડપાયા જયારે અન્ય 5 આરોપીઓ ફરાર થઈ ગયા. પ્રાપ્ત વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કાર્યવાહી કરતાં એક સાથે બે સ્થળે ખેતરમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ ઝડપાયા. જયાં એસએમસની ટીમે વડનગરના છાબલિયા ગામ પાસે ડબ્બા ટ્રેડિંગ ઝડપાયુ તેમજ સતલાસણાના જસપુર ગામ નજીકથી પણ ડબ્બા ટ્રેડિંગના નામે કરાતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો. આજકાલ લોકો શેરબજારમાં વધુ રસ લેતા હોવાથી તેમાં રોકાણ કરવા જણાવ્યું. ગોરખધંધો કરનાર માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનથી લોકોને ફસાવતા હતા. શેરના વેપારમાં ખોટી કંપનીના નામ ધારણ કરી મોટા રૂપિયાનું રોકાણ કરાવતા. આ મામલે મળેલ બાતમીના આધારે એસએમસની ટીમે દરોડા પાડી શેર બજારના નામે લોકોને ફસાવી રૂપિયા પડાવવાનો કારસ્તાનનો પર્દાફાશ કર્યો. એસએમસની એકસાથે બે સ્થાનો પર દરોડા પાડ્યા. બે સ્થળે પાડેલા દરોડામાં કુલ 4 આરોપી ઝડપાયા અને 5 ફરાર થવામાં સફળ થયા. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં ST બસનાં ડ્રાઇવરના કારણે થયો અકસ્માત
Next articleકપડવંજમાં ટ્રકની અડફેટેમાં આવતા સાયકલ ચાલક વૃદ્ધનું મોત