Home ગુજરાત મહેસાણામાં ભેજાબાજોએ અજમાવ્યો નવો નુસખો, બિલ્ડરના ખાતામાંથી 30 મિનિટમાં 37 લાખ ગાયબ...

મહેસાણામાં ભેજાબાજોએ અજમાવ્યો નવો નુસખો, બિલ્ડરના ખાતામાંથી 30 મિનિટમાં 37 લાખ ગાયબ થઇ ગયા

28
0

આજકાલ ઓનલાઇન છેતરપિંડીની ઘણી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તાજેતરમાં જ ઓનલાઇન શોપિંગના ચક્કરમાં નવસારીના C.Aએ 23 લાખ ગુમાવ્યાની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે લાલચમાં આવી ઓ.ટી.પી કે કોઇ લીંક પર ક્લિક કરતાં લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. જોકે, મહેસાણામાંથી એક એવી ઘટના સામે આવી છે. જેથી સૌકોઇ ગોથે ચડી ગયા છે. મહેસાણાના બિલ્ડરે ના કોઇ ઓ.ટી.પી આપ્યો હતો કે ના કોઇ લીંક પર ક્લિક કરી હતી, છતાં ગઠિયાઓએ માત્ર 30 મિનિટમાં બિલ્ડરના ખાતામાંથી 37 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જેથી બિલ્ડરે તાત્કાલિક બેંકનું ખાતું બંધ કરાવી મહેસાણા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. મહેસાણા શહેરમાં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા દુષ્યંતભાઈ પટેલ 21 તારીખે પોતાની ઓફિસે હાજર હતા.

એ દરમિયાન બપોરના સમયે 3.19 કલાકે તેઓના ફોન પર રૂપિયા 10 લાખ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તુરંત જ 3.20 કલાકે બીજા 10 લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવતા બિલ્ડર ચોકી ઉઠ્યા હતા અને તોઓ તાત્કાલિક પાચોટ નજીક આવેલી ICICI બેંકમાં પહોંચ્યા હતા. જ્યાં જઇ પોતાનું ખાતું બંધ કરવાની પ્રોસેસ કરી રહ્યા હતા, એ દરમિયાન ફરી 3.49 કલાકે 17 લાખ રૂપિયા ડેબિટ થયાનો ત્રીજો મેસેજ પડતા બેંકવાળા પણ ચોંકી ઉઠ્યા હતા. આ સમગ્ર મામલે સ્થાનિક બેંકને જાણ કરવામાં આવતા બેંક કર્મચારીઓએ વેપારીને જણાવ્યું કે, તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે.

બિલ્ડરે બેંકની ઓનલાઈન એપ્લીકેશનમાં પોતાનું યુઝર આઈડી પાસવર્ડ નાખતા એપ્લિકેશન પણ ખુલી નહોતી, જેથી બિલ્ડરે પોતાનું ખાતું બંધ કરાવી દીધુ હતું. આ સમગ્ર મામલે બેંક દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બિલ્ડરની જાણ બહાર અજાણ્યા શખ્સોએ બિલ્ડરના ખાતામાંથી કુલ 37 લાખ રૂપિયા અન્ય બે ખાતામાં ટ્રાન્સફર કરાયા છે. જેમાં 10 લાખ રૂપિયા ICICI બેંકના ખાતા નંબર- 161205501051માં અને 092805001870 ખાતા નંબરમા 27 લાખ રૂપિયા બિલ્ડરની જાણ બહાર અજાણ્યા શખ્સોએ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી છે.

આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઇમમાં અજાણ્યા ઈસમો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બે અઠવાડિયા પહેલાં નવસારીમાંથી સામે આવેલા છેતરપિંડીના કિસ્સાએ બધાને વિચારતા કરી દીધા હતા. જેમાં ભેજાબાજે બીજા કોઇને નહીં પણ C.Aને 23 લાખનો ચૂનો ચોપડ્યો હતો. જેમાં નવાઇની વાત એ હતી કે, C.Aએ 700 રૂપિયામાં ઓનલાઇન બુટ મંગાવ્યા હતા.

જેમાં તેને iphone 12 pro max ઇનામમાં લાગ્યો તેવી લોભામણી લાલચ આપીને ભેજાબાજે ટુકડે ટુકડે 23 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે, છેલ્લે પણ C.Aને કંઇ ન મળતા માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો હતો. અંતે પોલીસ સમક્ષ છેલ્લા 6 મહિનામાં પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેટલ, ટેલિકોમ્યુનિકેશન અને કમોડિટીઝ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!!
Next articleમોરબીમાં મહાકાળી માતાના મંદીરમાં માતાજીની મુર્તીમાંથી દાગીના, છત્તર સહિત રૂ. 1.4 લાખની તસ્કરી કરનારને પોલીસે ઝડપ્યો