પ્રેમ લગ્ન કરનાર ધિણોજની યુવતી પોતાના પતિ સાથે મહેસાણા નાગલપુર ખાતે ઘેર આવતાં ભાઈ એવા ફોઈના દીકરાઓએ તેણીના પતિને રિવોલ્વર જેવું હથિયાર બતાવીને માર માર્યો હતો. સામે પક્ષે બોરીયાવીના યુવાને તેણીના પતિ અને સસરા વિરુદ્ધ કુહાડી મારી હોવાની ફરિયાદ નોંધાવી છે. બી ડિવિઝન પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામના ચૌધરી રાજુભાઈ સેંધાભાઈની દીકરી મિતલબેને મહેસાણાના નાગલપુર ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે જૂના વાડજની માલધારી વસાહતમાં રહેતા મગનભાઈ દેસાઈના દીકરા શૈલેષ દેસાઈ સાથે નવેમ્બર 2018માં પ્રેમ લગ્ન કર્યા હતા.
ત્યારબાદ બંનેના ઘરે આ પ્રેમ લગ્ન વિશે ખબર પડતાં બંને પરિવારના માણસોએ ભેગા થઈ પ્રેમ લગ્ન અંગે સમાધાન કર્યું હતું અને મિત્તલે શૈલેષ દેસાઈ સાથે સંપર્ક રાખ્યો ન હતો. 2021માં ફરીથી શૈલેષ દેસાઈ સાથે મિત્તલને સંપર્ક થતા તેણીની છ મહિના પૂર્વે એપ્રિલ 2022માં ભાગી જઈને અમદાવાદ શૈલેષના ઘરે રહેતી હતી. દરમિયાન તાજેતરમાં નવરાત્રીની આઠમ નિમિત્તે માતાજીનું નિવેદ કરવા ઘરે આવેલી મિત્તલને 2 ઓક્ટોબરના રોજ તેણીના ફોઈના દીકરા બોરીયાવીના ચૌધરી સતિષ અને ચૌધરી ચિરાગ આવ્યા હતા અને તેણીના પતિ શૈલેષને ઘરની બહાર લાવી ઝપાઝપી કરી મારામારી કરતા હતા.
ત્યારે બૂમાબૂમ થતાં મિત્તલબેને ઘરની બહાર આવી પોતાના પતિને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. ત્યારે સતિષ ચૌધરીએ રિવોલ્વર જેવું હથિયાર કાઢીને શૈલેષને તું અહીંયા કેમ આવ્યો છે. તને જાનથી મારી નાખવાનો છેનું કહેતા શૈલેષભાઈએ તે પકડી લેતા આસપાસના માણસો ભેગા થઈ જતા બંને જણા જતા રહ્યા હતા. આ અંગે મિત્તલબેને પોતાના ફોઈના દીકરા સતિષ લક્ષ્મણભાઈ ચૌધરી અને ચિરાગ બાબુભાઈ ચૌધરી રહે બોરીયાવી બંને સામે જ્યારે સામે પક્ષે સતીશ ચૌધરી મામાની દીકરી મિત્તલે શૈલેષ દેસાઈ સાથે પ્રેમ લગ્ન કરેલ હોય તેને સમજાવવા જતા શૈલેષ દેસાઈએ કુહાડી લઈને તું અહીં કેમ આવ્યો છે
નું કહી માથામાં કુહાડી મારીને બીજા પહોંચાડી હતી જ્યારે તેના પિતા મગનભાઈ દેસાઈએ લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ સતિષ ચૌધરીએ શૈલેષ મગનભાઈ દેસાઈ અને મગનભાઈ દેસાઈ રહે નાગલપુર મહેસાણા સામે નોંધાવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.