વિજાપુર પંથકના એક ગામમાં રહેતી 12 વર્ષની સગીરા બપોરે શાળાએથી ઘરે જઇ રહી હતી ત્યારે રસ્તામાં નેળિયામાં રોકી ખેતરમાં ખેંચી જઇ શારીરિક અડપલાં કરી છેડતી કરી હોવાની ફરિયાદ કરસનપુરા ગામના યુવક સામે લાડોલ પોલીસ મથકે નોંધાઇ છે. 13 દિવસ અગાઉ બનેલી ઘટના અંગે શુક્રવારે ફરિયાદ નોંધાતાં પોલીસે હવસખોર યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વિજાપુર તાલુકાના એક ગામડામાં રહેતી 12 વર્ષની સગીરા પોતાના પરિવાર સાથે રહી ગામની શાળામાં અભ્યાસ કરે છે.
9 જાન્યુઆરીના રોજ બપોરના ગાળામાં સગીરા શાળાએથી છૂટીને એકલી ઘરે જઇ રહી હતી, ત્યારે કરશનપુરા ગામના મંગાજી કડવાજી ઠાકોર નામના યુવકે સુમસામ નેળિયામાં તેણીને એકલી જોઇ રસ્તો રોકી હાથ પકડીને તેણીની મરજી વિરુદ્ધ એરંડાના ખેતરમાં ખેંચી ગયો હતો અને શારીરિક અડપલા કરી છેડછાડ કરી હતી. આથી ગભરાઇ ગયેલી સગીરાએ બૂમાબૂમ કરી મૂકતાં આ શખ્સ તેણીને છોડી દઈ આ વાત કોઈને કરીશ તો ફરીથી રસ્તામાં આવતા જતાં તને છોડીશ નહીં તેવી ધમકી આપી ભાગી ગયો હતો.
ઘરે પરત આવ્યા બાદ ગભરાયેલી સગીરાએ પોતાનું ભણતર ન બગડે અને સમાજમાં આબરૂ ન જાય તે માટે કોઈને વાત કરી ન હતી. પરિવારજનોએ હિંમત આપતાં પિતા સાથે તેણી લાડોલ પોલીસ મથકે પહોંચી હતી અને મંગાજી કડવાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.