Home ગુજરાત મહેસાણાના માલધારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો, હોસ્પિટલ-શાળાઓમાં ખીરનું કરાશે વિતરણ

મહેસાણાના માલધારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો, હોસ્પિટલ-શાળાઓમાં ખીરનું કરાશે વિતરણ

35
0

સમગ્ર રાજ્યમાં માલધારી સમાજે દૂધ હડતાળ કરી છે. જેને પગલે આજે દૂધની અછત જાેવા મળી હતી. રાજકોટ, સુરત સહિતના શહેરમોમાં હજારો લીટર દૂધને જાહેરમાં ઢોળી વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે મહેસાણાના માલધારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે.

મહેસાણાના માલધારીઓ દૂધ એકત્રિત કરીને એ દૂધને ધોળવાને બદલે તેની ખીર બનાવવા મોકલી આપ્યું છે. જરૂરીયાતમંદ લોકો,હોસ્પિટલમાં અને શાળાના વિદ્યાર્થીઓને ખીર બનાવી વિતરણ કરવામાં આવશે. માલધારીઓએ એક દિવસ ડેરીમાં દૂધ નહી ભરાવી સરકાર સામે વિરોધ નોંધવ્યો છે

ત્યારે કેટલીક જગ્યાએ માલધારીઓ દૂધની ગાડીઓ અટકાવી તેમજ દૂધ જાહેરમાં ઢોળી વિરોધ કરી રહ્યા છે ત્યારે મહેસાણાના માલધારીઓ ૧૧૦૦ લીટર દૂધ ભેગુ કરી એ દૂધની ખીર બનાવી બાળકો અને દર્દીઓને વિતરણ કરવા સવાર-સાંજ મોકલી આપશે. ગુજરાત માલધારી મહા પંચાયત સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે એક દિવસના અણુજા પાડવામાં આવ્યા છે.

એટલે કે સમગ્ર ગુજરાતના માલધારીઓ એક દિવસ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દૂધ નહી ભરાવે કે વેચશે પણ નહીં. અમારા દૂધ બંધના એલાનમાં અર્બુદા સેના, ચૌધરી સમાજ અને ક્ષત્રિય સમાજે સમર્થન આપ્યું છે. એ લોકો પણ આજે એક દિવસનું દૂધ નહી ભરાવે. વધુમાં જણાવ્યું કે,

દૂધ અમે રસ્તા પર નથી ઢોળી શકતા જેથી આજે મહેસાણામાં માલધારીઓ દ્વારા ૧૧૦૦ લીટર દૂધ એકત્રિત કરી. આ દૂધ અમે ખીર બનાવવા મોકલી આપ્યું છે. એ ખીરને વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના દર્દીઓ તેમજ જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરીશું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએલઆરડી ભરતી પ્રક્રિયામાં વેઈટિંગ લિસ્ટ જાહેર ન થતાં મહિલાઓ એકઠી થઇ, અટકાયત કરતાં પોલીસ સાથે થયું ઘર્ષણ
Next articleમાલધારીઓ ગૌચરની જમીન દબાવવા બાબતે વિસાવદર બંધ પાળી રેલી યોજી રજૂઆત કરી