(જી.એન.એસ) તા. 10
મહેસાણા,
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ ડભોડા ગામમાં તળાવ કિનારે તળાવ કિનારે 18 વર્ષીય બળવંત વાલ્મીકિ રીલ બનાવવા જતા પગ લપસતા તળાવમાં ડૂબ્યો હતો. જો કે, તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બળવંતના અચાનક અવસાનથી પરિવારજનો અને ગ્રામવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, ડભોડા ગામના પાદરે આવેલા તૌરાબોરુ તળાવ કિનારે બળવંત પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસ્યો અને તે તળાવમાં પડી ગયો હતો. પાણીમાં ગરકાવ થવાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોએ યુવકને તળાવમાંથી બહાર કાઢ્યો અને તાત્કાલિક સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જોકે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી ફરી વળી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.