Home ગુજરાત મહેસાણાના અલોડા ગામથી ગેરકાયદેસર ખનીજ વહન કરી રહેલો ટ્રક ચાલક ઝડપાયો

મહેસાણાના અલોડા ગામથી ગેરકાયદેસર ખનીજ વહન કરી રહેલો ટ્રક ચાલક ઝડપાયો

35
0

મહેસાણા જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી કરતાં ભૂ માફિયાએ માથું ઉચક્યું છે. મહેસાણા તાલુકાના અલોડા ગામેથી અનઅધિકૃત સાદી માટી ભરી જતા ટ્રકચાલકને ખાણ ખનીજ વિભાગના અધિકારીએ ઝડપી લીધો હતો. આ અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા ટ્રક ચાલક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ ચોરી કરતા ભૂ માફિયાનો રાફડો ફાટ્યો હોય તેમ અવારનવાર પાસ પરમિટ વગર રેતી, માટી, કપચી અને વાહનો મળીને લાખોના મુદ્દામાલ સાથે ખાણ ખનીજ વિભાગની ટીમના હાથે ઝડપાઈ ગયાના કેસ સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે.

ત્યારે અલોડા ગામની સીમમાંથી સાદી માટીનો જથ્થો ગેરકાયદે વહન કરવામાં આવતો હોવાની બાતમીના આધારે મદદનીશ મીત પરમાર સહિત ટીમે ચેકિંગ હાથ ધરી કોઈપણ જાતના પરમિટ વગર સાદી માટી ભરી જતા ટ્રક ચાલકને દબોચી દીધો હતો. ​​​​​​​ખનીજ અધિકારીઓની ટીમે ટ્રકનો કબજો મેળવી મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર કેમ્પસમાં મુકાવી દીધો હતો. ગેરકાયદે માટી વહન કરવા અંગે ટ્રક માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબનાસકાંઠાના સરહદી વાવના ઉમેદપુરાથી ટડાવ ગામને જોડતો કાચો રસ્તાને પાકો બનાવવાં સ્થાનિકોએ માગ કરી
Next articleસુરતમાં રેલવે ટ્રેક પરથી યુવકનો મૃતદેહ મળ્યો, ગળા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ મળી