(જી.એન.એસ) તા.૭
નડિયાદ,
મહેમદાવાદ બસ સ્ટેશનમાં નાઈટ બસના ડ્રાઇવર કંડકટર બાંકડા પર સૂઈ રહ્યા હતા ત્યારે પાકગ કરવાની જૂની અદાવતને લઈ ત્રણ ઈસમોએ ડ્રાઇવર અને કંડકટરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મહેમદાવાદ તાલુકાના બાવરા ગામમાં રહેતા ભરતકુમાર મોતીભાઈ ચૌહાણ કન્ડક્ટર અને સફીમીયા બસીરમીયા શેખ ડ્રાઈવર તરીકે ખેડા એસટી ડેપોમાં ફરજ બજાવે છે. એસટી બસ લઈને સ્ટેશનમાં આવેલા. બાદમાં ડ્રાઇવર અને કંડકટર મહેમદાવાદ બસસ્ટેશનમાં જમીને બાકડા ઉપર ઊંધી ગયા હતા. ત્યારે રાત્રીના સાડા બારેક વાગે મહેમદાવાદ જુના જીન ખાતે રહેતા સાગર બિપીનભાઇ પરમાર તથા મેહુલ બિપીનભાઈ પરમાર તથા માહીર હાથમાં તલવાર તેમજ લાકડાના ડંડા લઇ આવી કહ્યું હતું કે, અગાઉ પણ તમે અમારી સાથે પાકગ બાબતે બોલાચાલી કરેલી તેમ કહી ડ્રાઇવર કંડકટર સાથે ઝગડો કર્યો હતો. મેહુલે તેની પાસેનો ડંડો કંડકટરને હાથ પર મારી દીધો હતો. જ્યારે સાગરે તલવાર હવામાં વીંજતા ડ્રાઇવર સફીમીયાને માથામાં વાગતા લોહી લુહાણ થઈ ગયા હતા. માહીરે સફીમીયાને ગડદાપાટુનો માર માર્યો હતો. બુમાબુમ થતા ત્રણએય શખ્સો હવે તમને જીવતા નહીં છોડીએ કહી ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત બસના ડ્રાયવરને સારવાર અર્થે મહેમદાવાદ સરકારી દવાખાના બાદ વધુ સારવાર માટે એલ.જી.હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભરતભાઈ મોતીભાઈ ચૌહાણની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે સાગર બીપીનભાઈ પરમાર, મેહુલભાઈ પરમાર તથા માહિર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.