Home ગુજરાત મહુવડ પાસેથી ‌500ની નવ ડુપ્લિકેટ ચલણી નોટો સાથે બે વ્યક્તિ ઝડપાયાં

મહુવડ પાસેથી ‌500ની નવ ડુપ્લિકેટ ચલણી નોટો સાથે બે વ્યક્તિ ઝડપાયાં

38
0

પાદરાના મહુવડ ગામ તરફ જવાની ચોકડી પાસે રૂપિયા 500ના દરની ચલની નોટો છાપી ભારતીય અર્થતંત્ર ખોરવાય તેવું કૃત્ય કરી ડુપ્લીકેટ રૂા. 500ના દરની ચલણી નોટો નંગ – 9 સાથે બે ઈસમોને પકડી પાડ્યા હતા. જેમાં કુલ ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ આંગેની બાતમીના આધારે પાદરાના વડું પોલીસ વોચમાં હતી. તે દરમ્યાન બાતમી વર્ણનવાળા ઈસમોને કોર્ડન કરી પકડી પાડ્યા હતા. મોટર સાયકલના રજિસ્ટ્રેશન કાગળ અને પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા સંતોષ કારક જવાબ આપ્યો ન હતો.

તેમજ મોટર સાયકલની આગળ પાછળ નંબર પ્લેટ કાઢી નાખી જે મોટર સાયકલ રણુ ગામના અમિત મકવાણાની એક મહિના પહેલા મિત્ર કૌશિક રમેશ પઢિયાર મુજપુર તથા હિતેષ કાંતિભાઈ સોલંકી કરખડી નાઓએ ભેગા મળીને ભોજ ગામની સીમમાંથી ચોરી કરી હતી. પકડાયેલ બંને ઈસમોની અંગ ઝડતી કરતા સંદીપ સામંત પરમાર – તિથોરના પેન્ટના ખિસ્સામાંથી 500 રૂાપિયાના દરની 5 નોટો, મોબાઈલ – 1 રૂા. 3000 તેમજ સુનીલ ચંદુ ચાવડા- ન્યું ગંભીરા, તા. આંકલાવ ની પાસેથી પેન્ટના ખિસ્સામાંથી 500 રૂપિયાના દરની 4 નોટો, મોબાઈલ1 રૂા. 3000 જે ચાર નોટો ઉપર બેબે નોટ ઉપર નંબર એક સરખા હોવાને કારણે ડુપ્લીકેટ હોવાનું જણાયું હતું. ખોટી નોટો 15 – 20 દિવસ પહેલા કૌશિક રમેશ પઢિયાર, મુજપૂર નાઓએ ભેગા મળી ભાયલી પાસે વુડાના મકાનમાં કલર પ્રિંટરથી છાપેલ હોવાની હકીકત બહાર આવી હતી. પોલીસે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજપીપળાથી ડભોઈ તરફ જઈ રહેલી કાર રોડની બાજુમાં નર્મદા કેનાલમાં ખાબકતાં એક વ્યક્તિનું મોત
Next articleઅમિત શાહે ગાંધીનગર કમલમમાં બેઠક યોજી, ચૂંટણીની તૈયારીઓ અંગે કરી સમીક્ષા