Home ગુજરાત મહીસાગરમાં લૂણાવાડાની કન્યાશાળાના 155માં સ્થાપના દિવસની મહાનુભાવોના હસ્તે થઇ ઉજવણી

મહીસાગરમાં લૂણાવાડાની કન્યાશાળાના 155માં સ્થાપના દિવસની મહાનુભાવોના હસ્તે થઇ ઉજવણી

41
0

સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શાળાઓના જન્મદિવસ ઉજવવાની પ્રેરક શરૂઆત થઈ છે. ત્યારે ઐતિહાસિક શૈક્ષણિક વારસો ધરાવતી લૂણાવાડાની કન્યાશાળાના 155માં સ્થાપના દિવસની મહાનુભાવોના હસ્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધારાસભ્ય જીગ્નેશ સેવકના અધ્યક્ષસ્થાને આયોજીત કાર્યક્રમમાં રાજવી પરિવારના પુષ્પેન્દ્રસિંહ અને પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થતિમાં શાળાના આધુનિક નવીન મકાનનું લોકાર્પણ કરાયું.

રજવાડા સમયે મહિલાઓના શિક્ષણ માટે પહેલ કરનાર મહારાજા વખતસિંહ તેમજ રાજવી પરિવારના મહત્વપૂર્ણ પ્રદાન બદલ ઋણ સ્વીકાર કરવામાં આવ્યો. શાળામાં બાળકોની અભ્યાસ સુવિધામાં વધારો કરનાર દાતાઓના યોગદાનને બિરદાવવામાં આવ્યુ હતું. દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગત ગીતથી શુભારંભ થયેલ કાર્યક્રમમાં શાળા પરિવારે આ ગૌરવશાળી પ્રસંગે ઉમળકાભેર મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં શાળા સ્થાપના સાથે જોડાયેલા મહત્વના ઐતિહાસિક પ્રસંગો રાજવી પરિવારનું યોગદાન અને મહાનુભાવોના સંસ્મરણો યાદ કરવામાં આવ્યા.

બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ શાળાની સ્થાપના તા. 13/10/1867ના રોજ લેડી રે ગર્લ્સ સ્કૂલના નામથી શરૂ થઈ હતી. આઝાદી બાદ 1965માં કન્યાશાળા નામથી અવિરત 155 વર્ષથી સરસ્વતી ઉપાસના કરતી રહી છે. સદ્‌ગુણી હેમંતકુમારી લઘુનવલ કથા, વાર્તા પ્રથમ મહિલા વાર્તાકાર તરીકે કૃષ્ણગૌરી રાવળ તેમજ ઈ.સ. 1912થી 1915માં આ જ શાળામાં હેડ મિસ્ટ્રેસ રહી ચૂકેલા પ્રસન્નબેન દલસુખરામ રાવળ અને ગુલાબબેન જેવા આદર્શ શિક્ષક આ શાળામાં પણ તસ્વીરરૂપે હાજર રહીં સતત પ્રેરણારૂપ બનતા રહ્યાં છે.

છેલ્લા 10 વર્ષમાં શાળાએ ઝડપથી વિકાસ સાધતાં સંખ્યા વધારાની સાથે પ્રજ્ઞાવર્ગ, પ્રવૃત્તિલક્ષી, શૈક્ષણિક સાધનોથી સુવ્યવસ્થિત છે. શાળામાં યુવા અનસ્ટોપેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટર રૂમ તથા દાતાઓ તરફથી ત્રીજા માળે એક શેડ બનાવેલો છે. તે શેડમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા આવેલા છે. ધોરણવાર-વિષયવાર પૂરતા શિક્ષકો ધરાવતી આ શાળામાં તમામ વર્ગખંડો જરૂરી સામગ્રી ફેનલ બોર્ડ, વાઈટ બોર્ડ, ગ્રીનબોર્ડ તેમજ ટીએલએમથી સજ્જ છે.

રાજવી પરિવાર, નગરપાલિકા, દાતાઓ તેમજ આ શાળાના ભૂતપૂર્વ આચાર્યો, શિક્ષકો હાલના આ પરિશ્રમી તેમજ નિર્ણાયક આચાર્ય મહેશ પટેલ તેમજ શિક્ષકો શાળા પરિવારના સંનિષ્ઠ પ્રયાસોથી શૈક્ષણિક વિકાસનું વટવૃક્ષ બની છે. આ કાર્યક્રમમાં લુણાવાડા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, શિક્ષણ સમિતિના ચેરમેન બાબુ પટેલ, ડાયટ પ્રાચાર્ય ડો. એ.વી પટેલ, તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ બીપીન પટેલ, એસએમસી સભ્ય તરલિકાબેન શુક્લ, અગ્રણી હિમાંશુ શાહ, શિક્ષકો, નગરજનો, બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field