(જી.એન.એસ) તા. 7
મહીસાગર,
લુણાવાડામાં ખાણ ખનીજ વિભાગે નંદન બિઝનેસ હબ સામે ગેરકાયદે પાણી પુરાણને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર માટી પુરાણને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે. ખાણખનીજ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે રીતે માટીનો સંગ્રહ કરવામાં આવતા 18 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
મોડાસા રોડ પર વેરી નદીની પાસે ચાલી રહેલ નંદન બિઝનેસ હબ કન્સ્ટ્રકશનની કામગીરીમાં ગેરકાયદેસરના માટી પુરાણને લઈને ખાણખનીજ વિભાગમાં તપાસ કરવામાં આવી હતી. 7,647.52 મેટ્રિક ટન સાદી માટીનું ગેરકાયદેસર સંગ્રહ કરેલી હોવાનું ફલિત થતાં આ દંડ ફટકારવામાં આવ્યો છે. ખામ ખનીજ વિભાગે કુલ 18.87 લાખ રૂપિયાનો દંડ કંપનીને ફટકાર્યો છે. નિરંકુશ બાંધકામને લઈને મહીસાગરની વેરી નદીની સ્થિતિ પણ વિશ્વામિત્રી જેવી થઈ રહી છે. લુણાવાડામાં પણ નદીની આસપાસ થઈ રહેલા આડેધડ બાંધકામને લઈ અને વડોદરા જેવી સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં મહીસાગર જિલ્લા મથક લુણાવાડાથી ચરેલ જવાના માર્ગ પાસે આવેલા બાવાના ડુંગર તરીકે ઓળખાતા વન વિભાગ હસ્તકની સરકારી જંગલમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટા પ્રમાણમાં માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યાની ફરિયાદ થઈ હતી. આશ્ચર્યની વાત એ હતી કે જે સ્થળે ખોદકામ થતું હતું તેને અડકીને વનવિભાગનો ગુના કામના માલસામાન રાખવાનો ડેપો આવેલો છે. જ્યાં ૨૪ કલાક વૉચમેનની હાજરી હોય છે. તેમ છતાં પ્રતિબંધિત સાગ, વૃક્ષો સહિતના સંખ્યાબંધ વૃક્ષો કપાઈ ગયા અને હજારો મેટ્રિક ટન માટી ગેરકાયદેસર ઉલેચાઈ ગઈ. જો કે આ અંગે એક જાગૃત નાગરિકે નાયબ વનસંરક્ષક એન.વી. ચૌધરીને જાણ કરતાં તેમણે લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સમગ્ર બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.