Home ગુજરાત મહિસાગર: ચૂંટણી પહેલા મહિલા ઉમેદવારોના નકલી FB આઇડી બનાવી બિભત્સ કોમેન્ટ્સ કરવાની...

મહિસાગર: ચૂંટણી પહેલા મહિલા ઉમેદવારોના નકલી FB આઇડી બનાવી બિભત્સ કોમેન્ટ્સ કરવાની ઘટના

418
0

(જી.એન.એસ), તા.૫
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં આગામી ૮મી એપ્રિલના રોજ ગ્રામપંચાયતની ચૂંટણી યોજનાર હોઈ હાલમાં ઉમેદવારો દ્વારા મોટાપાયે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જોકે ચૂંટણીને આડે હવે ૩ દિવસ જ બાકી છે ત્યારે મહિલા ઉમેદવારોના ફેક આઈ.ડી. બનાવી અભદ્ર અને બિભત્સ કોમેન્ટની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. મહિલા ઉમેદવારો દ્વારા આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવતાં હાલમાં આ મામલે સાઈબર ક્રાઈમ અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી છે.
વિરપુર તાલુકાની ચાર ગ્રામપંચાયતની ચૂંટણીને આડે હવે ૩ દિવસ જ રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઉમેદવારો નિતનવા તિકડમ અજમાવવામાં આવી રહ્યા છે. પ્રચાર માટે ઉમેદવારો દ્વારા સોશ્યલ મિડીયાનો પણ મોટાપાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે કેટલાક મહિલા ઉમેદવારોના ફેક આઈ.ડી. પરથી બિભત્સ અને અભદ્ર કોમેન્ટો થતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે મહિલા ઉમેદવારો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવતાં આ મામલાની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે. સાઈબર ક્રાઈમના આ ગુનામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં રૂ.2૦2.53 લાખની રદ થયેલી નોટો સાથે વઢવાણનો વેપારી ઝડપાયો
Next articleઉલટીગંગાઃ પાલનપુરમાં છૂટાછેડા બાદ મહિલા આવી પતિના ઘરે, ઘરમાંથી કાઢશો તો પુરાવી દેવાની આપી ધમકી