Home દુનિયા - WORLD મહિલા સાંસદે દુકાનમાંથી કપડાની ચોરી કરી, પોલ ખુલતા જ રાજીનામું આપવાની ફરજ...

મહિલા સાંસદે દુકાનમાંથી કપડાની ચોરી કરી, પોલ ખુલતા જ રાજીનામું આપવાની ફરજ પડી

31
0

(જી.એન.એસ),તા.૧૭
સામાન્ય લોકો રાજકીય અને સામાજિક હોદ્દા ધરાવતા દરેક વ્યક્તિ પાસેથી સારા કામની અપેક્ષા રાખે છે. પરંતુ જો તમને ખબર પડે કે માનનીય સાંસદો જ ચોરી કરવા લાગે છે તો આઘાત લાગવો સ્વાભાવિક છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ન્યુઝીલેન્ડમાંથી સામે આવ્યો છે. અહીંની મહિલા સાંસદ પર એક નહીં પરંતુ ત્રણ વખત દુકાનોમાંથી મોંઘા અને લક્ઝરી કપડાની ચોરી કરવાનો આરોપ છે. વીડિયો સામે આવ્યા બાદ સાંસદને તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ન્યુઝીલેન્ડમાંથી એક ગંભીર મામલો સામે આવ્યો છે.

ન્યુઝીલેન્ડમાં ગ્રીન પાર્ટીની મહિલા સાંસદ ગોલરિઝ ઘરમન પર લક્ઝરી કપડાંની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. તેના પર ઓકલેન્ડ અને વેલિંગ્ટનની બે અલગ-અલગ દુકાનોમાંથી એક નહીં પરંતુ ત્રણ વખત મોંઘા કપડાની ચોરી કરવાનો આરોપ છે.. બીબીસીના અહેવાલ મુજબ, યુએનના માનવાધિકાર વકીલ ગોલરિઝે 2017માં તેમના પક્ષના ન્યાય વિભાગની કમાન સંભાળી હતી.

તેમણે આ મામલે કહ્યું છે કે, કામ સંબંધિત તણાવને કારણે તેમનું વર્તન સંપૂર્ણપણે ખોટું હોવાનું જાણવા મળ્યું છે. મેં ઘણાં લોકોને નિરાશ કર્યા છે અને હું ખૂબ જ દિલગીર છું.” ગોલરિઝ ગહરમન બાળપણમાં તેમના પરિવાર સાથે ઈરાનથી ભાગી ગઇ હતી. આ પછી તેમણે ન્યૂઝીલેન્ડમાં રાજકીય આશ્રય આપવામાં આવ્યો હતો. ચોરીના આરોપોનો સામનો કર્યા બાદ મંગળવારે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એક વીડિયો સામે આવ્યા બાદ તેમનું રાજીનામું આવ્યું છે. વીડિયોમાં તે ઓકલેન્ડના બુટિકમાંથી કથિત રીતે ડિઝાઇનર હેન્ડબેગ ચોરી કરતી જોવા મળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાક. વડાપ્રધાન સ્વિટ્ઝર્લેન્ડમાં ઈરાનના વિદેશ પ્રધાન સાથે મુલાકાત લીધી, ત્યાં પાકિસ્તાનમાં ઈરાને એર સ્ટ્રાઈક કરી
Next articleઈઝરાયેલની IAI કંપનીના સહયોગથી DRDOએ બનાવી MRSAM મધ્યમ રેન્જની મિસાઈલ