(GNS),16
આર્જેન્ટિના મહિલા ક્રિકેટ ટીમ અને ચિલીની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 13 ઓક્ટોબરના રમાયેલી ત્રણ ટી20 મેચની શ્રેણીની પ્રથમ મેચમાં વિક્રમની વણઝાર થઈ હતી. બ્યૂનસ એયર્સમાં રમાયેલી આ મેચમાં યજમાન આર્જેન્ટિનાની વિમેન્સ ટીમનો રેકોર્ડ 364 રનથી વિજય થયો હતો. એકતરફ શનિવારે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો એકતરફી બની રહેતા ભારતનો પાકિસ્તાને સામે સાત વિકેટે વિજય થયો હતો. જ્યારે બીજીતરફ આર્જિન્ટના અને ચિલીની મહિલા ક્રિકેટ ટીમની ટી20 મેચમાં વિક્રમો નોંધાયા હતા. આર્જેન્ટિનાની મહિલા ક્રિકેટ ટીમે 400થી વધુ રન ફટાકાર્યા હતા. સામાન્યતઃ વન-ડેમાં પણ આટલો વિશાળ સ્કોર ભાગ્યે જ નોંધાતો હોય છે. આર્જેન્ટિનાની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા ચિલી સામે 427 રન ફટકાર્યા હતા. મહિલા અને પુરૂષ ટી20 ક્રિકેટ ઈતિહાસમાં આ સૌથી વધુ સ્કોર છે. જવાબમાં ચિલીની ટીમ 100 રનની અંદર 63 રનમાં જ સમેટાઈ જતા આર્જેન્ટિનાનો રેકોર્ડ 364 રને વિજય થયો હતો..
ચિલીની કેપ્ટન કમિલા વેલ્ડિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. આર્જેન્ટિનાની મહિલા ટીમે ચોતરફ ફટકાબાજી કરી હતી. નિર્ધારિત 20 ઓવરમાં એક વિકેટ ગુમાવીને રેકોર્ડ 427 રન નોંધાવ્યા હતા. આર્જેન્ટિનાની બંને ઓપનર લુસિયા ટેલર અને અલ્બર્ટીના ગલને સદી ફટકારી હતી. લુસિયાએ 201ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 84 બોલમાં 169 રન ઝૂડ્યા હતા. અલ્બર્ટીનાએ 84 બોલમાં 23 ચોગ્ગાની મદદથી 145 રન ફટકાર્યા હતા. તેણે 172ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. ત્રીજા ક્રમે રમવા ઉતરેલી મારિયાએ 16 બોલમાં 250ની સ્ટ્રાઈક રેટથી રમતા 40 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. ચિલી સામે 20 ઓવરમાં 428 રનનું વિરાટ લક્ષ્ય આર્જેન્ટિનાએ ખડક્યું હતું. ચિલી તરફથી એકમાત્ર વિકેટ જેસિકા મિરાન્ડાએ ઝડપી હતી. 428 રનના કપરા ટારગેટ સામે ચિલીની ટીમનો ધબડકો થયો હતો. ચિલીની મહિલા ક્રિકેટ ટીમ 20 ઓવર સુધી બેટિંગ પણ કરી શકી નહતી અને 15 ઓવરમાં 63 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી અને 364 રનથી તેનો કારમો પરાજય થયો હતો. જેસિકાએ સર્વોચ્ચ 27 રનની ઈનિંગ્સ રમી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.