(જી.એન.એસ),તા.૦૧
મુંબઈ,
વિમેન્સટી20 ક્રિકેટ વર્લ્ડ કપના આયોજનને હવે માત્ર સાત મહિના બાકી રહી ગયા છે ત્યારે ભારતીય મહિલા ટીમના ચીફ કોચ અમોલ મઝુમદાર વર્તમાન વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માંથી ઝડપી બોલર્સનું એક ગ્રૂપ રચવા પ્રયત્ન કરી રહ્યા છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમનું ઝડપી બોલિંગ આક્રમણ મહાન ઝુલન ગોસ્વામીની નિવૃત્તિ અને શિખા પાંડેની વધતી જતી વયને કારણે હાલમાં નબળું પડી ગયેલું જણાય છે. ભારતની વર્તમાન ટીમ રેણુકા સિંઘ, પૂજા વસ્ત્રાકર અને તિતાસ સંધુ તથા અમનજોત કૌર પર આધારિત છે.
મઝુમદારે જણાવ્યું હતું કે છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે ચાર ઝડપી બોલર રમ્યા હતા. હવે હું ઝડપી બોલરનું એક જથ રચવા માગું છું અને તેના માટે વિમેન્સ પ્રીમિયર લીગ પર નજર દોડાવવી જોઇએ. જો તમે તમારું બોલિંગ આક્રમણ મજબૂત બનાવો તો તેનાથી ઘણો ફરક પડી જતો હોય છે. આ ઉપરાંત ભારતીય મહિલા ટીમને વધારે મજબૂત બનાવવા માટે હું વધુ 20-25 ખેલાડીની એક બેંચ સ્ટ્રેન્થ બનાવવા પણ માગું છું. વિમેન્સ ટી20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાંગ્લાદેશ ખાતે યોજાશે. અમોલ મઝુમદારે ગયા વર્ષે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ સાથે ભારતીય મહિલા ટીમના કોચિંગનો હવાલો સંભાળ્યો હતો. ભારતે આ બંને ટીમ સામે ટેસ્ટ જીતી હતી પરંતુ ટી20 અને વન-ડે સિરીઝ ગુમાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.