Home દેશ - NATIONAL મહિલાએ IRCTCને ટ્વીટ કર્યું, મહિલાની એક ભૂલથી એકાઉન્ડમાંથી 64 હજાર રૂપિયા ઉપડી...

મહિલાએ IRCTCને ટ્વીટ કર્યું, મહિલાની એક ભૂલથી એકાઉન્ડમાંથી 64 હજાર રૂપિયા ઉપડી ગયા

87
0

ડિજિટલ યુગમાં લોકો ગમે ત્યારે સાઇબર ક્રાઇમ દ્વારા છેતરપિંડીનો ભોગ બનતા હોય છે અને તેને ખબર પણ પડતી નથી કે તેના પૈસા કપાવાના છે. એક મહિલાની સાથે આ થયું જ્યારે તેની પાસે ટિકિટ બુક કરાવવાના બહાને 64 હજારની છેતરપિંડી કરી લેવામાં આવી. ચોંકાવનારી વાત છે કે આ મહિલાએ ખુદ ફોર્મ ભર્યું અને ઓટીટી ભરવાની સાથે તેના પૈસા ઉડી ગયા હતા. હકીકતમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મહિલા મુંબઈની રહેવાસી છે અને તેનું નામ એમએન મીણા છે. જાણવા મળ્યું કે હાલમાં તેણે IRCTC ની વેબસાઇટ પરથી મુંબઈથી ભુજ જવા માટે 14 જાન્યુઆરીએ ત્રણ ટિકિટ બુક કરી હતી. તેની ટિકિટ RAC થઈ ગઈ ત્યારે તેણે પોતાની ટિકિટ ઇન્કવાયરી કરવા માટે પોતાનો નંબર અને ટ્રેન ટિકિટ IRCTC ને ટેગ કરી ટ્વીટ કર્યું હતું. મહિલાથી તે ભૂલ થઈ ગઈ કે તેણે પોતાનો મોબાઇલ નંબર ટ્વીટ કરી દીધો.

ત્યારબાદ તે સાઇબર ફ્રોડનો શિકાર થઈ ગઈ. તેના નંબર પર કોલ કરી તેને ફસાવવામાં આવી અને પછી ઓટીપીની મદદથી તેના એકાઉન્ટમાંથી 64 હજાર રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા. આ ત્યારે થયું જ્યારે મહિલાને એક ફોન આવ્યો અને ફોન પર વ્યક્તિએ જણાવ્યું કે તે રેલવે તરફથી બોલી રહ્યો છે. મહિલાએ ટ્વીટ કર્યું હતું એટલે તેને લાહ્યું કે ટ્વીટ બાદ રેલવે સેવાના લોકોએ તેને ફોન કર્યો. ત્યારબાદ મહિલા પાસે એક ફોર્મ ભરાવવામાં આવ્યું અને મહિલાએ પોતાના એકાઉન્ટની વિગત ભરીને સબમિટ કર્યું. ત્યારબાદ મહિલાએ ઓટીપી એનટ્ર કર્યો તો તેના ખાતામાં રહેલા રૂપિયા ઉડી ગયા હતા. જ્યારે મહિલાની સાથે આ ઘટની બની ત્યારબાદ તેને ખબર પડી કે ભૂલ થઈ ગઈ છે. તેણે પોતાનો કેસ સાઇબર ક્રાઇમમાં દાખલ કરાવ્યો છે. મહિલાની આ કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટે સિનેમાહોલની અંદર દર્શકોને વિના મુલ્યે પાણી પ્રદાન કરવા મુદ્દે સ્પષ્ટ કહી આ વાત
Next articleચીનમાં કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક થયો ઉછાળો, ચીનના સિચુઆનમાં 64 ટકા લોકો કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટિ