Home દેશ - NATIONAL મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કોમ્પેક્ટ SUV Mahindra XUV 3XOને ભારતીય બજારમાં વેચાણ માટે...

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કોમ્પેક્ટ SUV Mahindra XUV 3XOને ભારતીય બજારમાં વેચાણ માટે લોન્ચ કરી

42
0

(જી.એન.એસ),તા.૩૦

મુંબઈ,

દેશની અગ્રણી SUV વાહન ઉત્પાદક કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની કોમ્પેક્ટ SUV Mahindra XUV 3XOને ભારતીય બજારમાં વેચાણ માટે લોન્ચ કરી છે. ખૂબ જ આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ ગાડીને XUV 300 ના અપડેટેડ વર્ઝનમાં લોન્ચ કરી છે. કંપનીએ આ કારમાં શાનદાર ફીચર્સ અને તકનીકોનો સમાવેશ કર્યો છે.

Mahindra XUV 3XOની કિંમત 7.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ટોપ મોડલની કિંમત 13.99 લાખ રૂપિયા છે. આ કિંમતો એક્સ-શોરૂમ પ્રમાણે છે. આ SUV ચાર વેરિઅન્ટ ઓપ્શન MX, AX, AX5 અને AX7માં ખરીદી શકાય છે. આ SUVનું એન્જિન સેટઅપ XUV300 જેવું છે. ભારતીય બજારમાં તેની સ્પર્ધા Hyundai Venue, Kia Sonet અને Maruti Suzuki Brezza જેવી કાર સાથે થશે. કંપનીનો દાવો છે કે આ SUV મેન્યુઅલ મોડમાં 18.89 kmpl અને ઓટોમેટિક મોડમાં 20.1kmpl ની માઈલેજ આપશે. તે માત્ર 4.5 સેકન્ડમાં 0 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

આ નવી મહિન્દ્રા SUVમાં Mahindra XUV400 Pro EV જેવું જ ઈન્ટેરિયર લેઆઉટ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સેગમેન્ટની પહેલી કાર છે જે પેનોરેમિક સનરૂફ સાથે આવી રહી છે. તેમાં 10.25-ઇંચ ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7-સ્પીકર હરમન કાર્ડન મ્યુઝિક સિસ્ટમ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પાવર્ડ ડ્રાઇવર સીટ, આગળ વેન્ટિલેટેડ સીટો, પાછળના ભાગમાં એસી વેન્ટ્સ અને એમ્બિયન્ટ સાઉન્ડ જેવી સુવિધાઓ છે. XUV 3XOમાં લેવલ 2 એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય કારમાં 6 એરબેગ્સ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD, 360 ડિગ્રી કેમેરા, હિલ-હોલ્ડ આસિસ્ટ, વ્હીકલ ડાયનેમિક્સ કંટ્રોલ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, બ્રેક ડિસ્ક વાઇપિંગ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ જેવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.

આ કારમાં ત્રણ એન્જિનનો વિકલ્પ છે. તેમાં 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 110 bhpનો પાવર જનરેટ કરે છે. બીજું 1.2 લિટર ડાયરેક્ટ-ઇન્જેક્ટ ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 131 bhpનો પાવર જનરેટ કરે છે. ત્રીજું 1.5 લિટર ડીઝલ એન્જિન છે જે 117 bhpનો પાવર જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળશે. આ સાથે 3 ડ્રાઇવિંગ મોડ Zip, Zap અને Zoom છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNBFC કંપની પૂનાવાલા ફિનકોર્પે 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, વાર્ષિક ધોરણે 83 ટકાનો વધારો થયો
Next articleવારી એનર્જીને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની પાસેથી 400 મેગાવોટ મોડ્યુલોના સપ્લાય માટે કોન્ટ્રાક્ટ મળ્યો