Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ મહાશિવરાત્રી દરમિયાન ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય; તા. 27 ફેબ્રુઆરી સુધી કાશી...

મહાશિવરાત્રી દરમિયાન ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય; તા. 27 ફેબ્રુઆરી સુધી કાશી વિશ્વનાથ મંદિરમાં VIP ‘દર્શન’ સુવિધા બંધ

4
0

(જી.એન.એસ) તા. 25

વારાણસી,

મહાશિવરાત્રીના પાવન પર્વ દરમિયાન ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક તંત્ર  દ્વારા તા. 27 ફેબ્રુઆરી સુધી મંદિરમાં VIP ‘દર્શન’ સુવિધા બંધ કરી દીધી છે. કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી, વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું હતું કે નજીકના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાંથી ભક્તોના પરત આવવાના પ્રવાહને કારણે મંદિરમાં મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

આ વર્ષે 26 ફેબ્રુઆરીએ કુંભ મેળાની સાથે મહાશિવરાત્રી હોવાથી દેશભરના શ્રદ્ધાળુઓ, નાગા સાધુઓ સહિત વિવિધ અખાડાઓના સંતો, મોટી સંખ્યામાં પ્રાર્થના કરવા માટે આવે તેવી અપેક્ષા છે, એમ તેમણે નોંધ્યું હતું. “આ પ્રસંગે, નાગા અખાડાઓ એક ભવ્ય શોભાયાત્રા પણ કાઢશે, જે મંદિરના ગેટ નંબર 4 દ્વારા સામાન્ય પ્રવેશને અસ્થાયી રૂપે અવરોધિત કરશે. આનાથી નિયમિત ભક્તો માટે રાહ જોવાનો સમય વધવાની શક્યતા છે.”

“મહાશિવરાત્રીના દિવસે મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે નહીં અને બીજા દિવસે રાત્રે 11 વાગ્યાથી સવારે 6.30 વાગ્યા સુધી 4 કલાકની આરતી કરવામાં આવશે. મહાશિવરાત્રીના બીજા દિવસે મંગળા આરતી કરવામાં આવશે નહીં,” મંદિરના ટ્રસ્ટ દ્વારા એક સંદેશમાં જણાવાયું હતું. તા. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો પ્રયાગરાજમાં મહાકુંભ મેળો પણ 26 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર આ મેગા હિન્દુ મેળામાં અત્યાર સુધીમાં 62 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.

વિભાગીય કમિશનર કૌશલ રાજ શર્માએ કાશી માટે મહાશિવરાત્રીના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે હાલમાં, મહાકુંભ દરમિયાન દરરોજ 6 થી 9 લાખ લોકો કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લે છે. મહાશિવરાત્રી પર આ સંખ્યા 10 થી 12 લાખ સુધી પહોંચવાની ધારણા છે. વિશાળ ભીડને નિયંત્રિત કરવા માટે, ચારેય મંદિરના દરવાજા પર કતારોની સંખ્યા વધારવામાં આવી છે અને અખાડા અને નાગા સાધુઓ માટે ચોક્કસ સમય ફાળવવામાં આવ્યો છે. જ્યારે બાકીનો સમય સામાન્ય ભક્તો માટે અનામત રાખવામાં આવ્યો છે એમ શર્માએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંદિર પરિસરમાં પીવાના પાણીના સ્ટેશન, ORS અને ગ્લુકોઝ સપ્લાય, છાંયડાવાળા રાહ જોવાના વિસ્તારો, તબીબી સુવિધાઓ અને એમ્બ્યુલન્સ સહિત વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (કાશી ઝોન) ગૌરવ બંસવાલે જણાવ્યું હતું કે ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા માટે પોલીસે શહેરમાં 55 સ્થળો ઓળખી કાઢ્યા છે જ્યાં બેરિકેડિંગ લાગુ કરવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિર પરિસરને ઝોન અને સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં 13 સેક્ટર સમર્પિત પોલીસ દળોને સોંપવામાં આવ્યા છે. ગોડોવલિયાથી મૈદાગીન આંતરછેદ સુધીના વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને દશાશ્વમેઘ ઘાટ સુધી બેરિકેડિંગ મજબૂત કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ટ્રાફિકનો પ્રવાહ સુગમ રહે તે માટે શહેરમાં 8 ટ્રાફિક ઇન્સ્પેક્ટર, 24 ટ્રાફિક સબ-ઇન્સ્પેક્ટર, 164 હેડ કોન્સ્ટેબલ અને 300 થી વધુ હોમગાર્ડ તૈનાત કરવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિરની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર મહાશિવરાત્રી પર ‘મંગલા આરતી’ સવારે 2.15 વાગ્યે કરવામાં આવશે જ્યારે મધ્યાહનની ‘ભોગ આરતી’ સવારે 11.35 વાગ્યે યોજાશે. જોકે, 26 ફેબ્રુઆરીએ સપ્તર્ષિ આરતી (સાંજે 6.15), શ્રૃંગાર-ભોગ આરતી (રાત્રે 8) અને શયન આરતી (રાત્રે 10.30) થશે નહીં, એમ તેમાં દર્શાવવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field