Home ગુજરાત મહારાષ્ટ્ર-કર્ણાટકના 28 ગુનામાં સંડોવાયેલ બંટી-બબલી ઝડપાયા : રાજકોટમાં ચોરી કરીને ભાગે એ...

મહારાષ્ટ્ર-કર્ણાટકના 28 ગુનામાં સંડોવાયેલ બંટી-બબલી ઝડપાયા : રાજકોટમાં ચોરી કરીને ભાગે એ પહેલાં દબોચ્યા

8
0

(જી.એન.એસ) તા.૪

રાજકોટ,

ગાંધીગ્રામ પોલીસ તેમજ LCB ઝોન 2 ટીમ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી રાજકોટ શહેરના માધાપર ચોક નજીક ગાંધી સોસાયટીમાં વેપારીના બંધ મકાનમાંથી 7.22 લાખની ચોરીના ગુનામાં રાજકોટ LCB ઝોન 2ની ટીમે આરોપી બંટીબબલીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્ર અને બેંગલુરુમાં 28 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ગુજરાતમાં તે પ્રથમ વખત પોતાની પ્રેમિકાની સાથે ચોરીને અંજામ આપી નાસી છૂટે પહેલાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. તેની પાસેથી સોનાચાંદીના દાગીના, વિદેશી કરન્સી સહિત કુલ રૂપિયા 17.95 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવેલી ગાંધી સોસાયટી શેરી નંબર 6માં રહેતા વ્હોરા વેપારી ખોજીમભાઈ ફિદાહુસૈન ભારમલ તેમના પરિવાર સાથે વિયેતનામ ફરવા માટે ગયા હતા. પછી ઘરે આવી જોતાં તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરમાંથી સોનાચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ રૂપિયા 30 હજાર સહિત રૂપિયા 7.22 લાખની મતા ચોરી કરી થયા અંગેની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ હતી. એના આધારે ગાંધીગ્રામ પોલીસ તેમજ LCB ઝોન 2 ટીમ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસી ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સિસ આધારે તપાસ હાથ ધરી હતી.રાજકોટ શહેર એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા બંટીબબલીને ઝડપી પાડ્યા હતા. પોલીસે કેસમાં મહારાષ્ટ્રના એક યુવક અને બેંગલુરુની એક યુવતીને પકડી પાડી, તેનું નામ પૂછતાં અજિત શિવરાય ધનગર અને નિગમ્મા ટિપ્પન્ના એમેટી જણાવ્યું હતું, જેમની અંગ જડતી લેતાં તેમની પાસેથી ચોરી કરેલા દાગીના અને વિદેશી કરન્સી મળી કુલ રૂપિયા 17.95 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપી ઘરફોડ ચોરી કરવામાં માસ્ટર હોવાનું અને મહાનગરોમાં ચોરી કરવા માટે હોટલ કે રૂમ અથવા ગેસ્ટહાઉસ ભાડે રાખી દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાનને નિશાન બનાવી રાત્રિ દરમિયાન ચોરીના ગુનાને અંજામ આપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉપરાંત આરોપી અજિત શિવરાય ધનગર વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 28 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે અત્યારસુધી આરોપી અજિત શિવરાય ધનગર એકલો ચોરીના ગુનાને અંજામ આપતો હતો. વખતે ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં ચોરી કરવા અર્થે આવતાં તે પોતાની પ્રેમિકાને પણ સાથે લાવ્યો હતો. 29 તારીખે રાજકોટ આવી બે દિવસ રોકાઈને ચોરીને અંજામ આપી પરત મહારાષ્ટ્ર નાસી છૂટે પહેલાં પોલીસના હાથે ઝડપાઇ જતાં બંટીબબલીને હવે જેલના સળિયા ગણવાનો વખત આવી ગયો છે. ત્યારે આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તેમજ આગળ તેમનો શું પ્લાન હતો સહિતની દિશામાં વધુ તપાસ પોલીસ હાથ ધરી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field