Home દેશ મહારાષ્ટ્રમાં રાજકીટ સંકટ વચ્ચે સંજય રાઉતના ઘરની બહાર પોસ્ટર લાગ્યા

મહારાષ્ટ્રમાં રાજકીટ સંકટ વચ્ચે સંજય રાઉતના ઘરની બહાર પોસ્ટર લાગ્યા

45
0

(જી.એન.એસ),તા.૨૨
મહારાષ્ટ્ર


મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર પર સંકટના વાદળો છવાઈ ગયા છે. આ બધા વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતના ઘરની બહાર લાગેલા પોસ્ટર પર ધ્યાન ખેંચાયું છે. સંજય રાઉતના ઘરની બહાર લાગેલા પોસ્ટરમાં લખ્યું છે કે ‘તારું ઘમંડ તો ૪ દિવસનું છે પાગલ, અમારી બાદશાહત તો ખાનદાની છે.’ આ પોસ્ટર્સ શિવસેના કોર્પોરેટર દીપમાલા બધેએ લગાવ્યા હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા અને હાલ બળવાખોર બની ગયેલા વિધાયક એકનાથ શિંદે ગુજરાતના સુરતથી પોતાના સમર્થક વિધાયકો સાથે ગુવાહાટી શિફ્ટ થઈ ગયા છે. શિંદે સાથે શિવસેનાના અન્ય ૩૩ અને ૬ અપક્ષ ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચ્યા હોવાનું કહેવાય છે. આ બધા વચ્ચે એકનાથ શિંદેએ એવો દાવો પણ કર્યો કે તેમની પાસે ૪૦ ધારાસભ્યો છે. જેમાંથી શિવસેનાના ૩૪ અને ૬ અપક્ષ વિધાયકો છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે એનસીપી ચીફ શરદ પવારના ઘરે હાલ મહત્વની બેઠક યોજાઈ છે. આ બાજુ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પર્યવેક્ષક કમલનાથની હાજરીમાં પણ આજે કોંગ્રેસ વિધાયક દળની બેઠક યોજશે. બેઠક બાદ તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળે તેવી સંભાવના છે. તેઓ શરદ પવારને પણ મળી શકે છે.

Previous articleગ્રાહકે રૂ ૧૦ના સિક્કાથી રૂ. ૬ લાખનું પેમેન્ટ કરતાં કાર વેચનાર ડીલરશીપના કર્મચારીઓ પણ ધંધે લાગી ગયા હતા
Next articleઅનેક પ્રતિકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!