કોંગ્રેસ માત્ર લોકસભામાં જ નહીં પરંતુ વિધાનસભામાં પણ સૌથી મોટી પાર્ટી બનવાની સંભાવના : કોંગ્રેસના સર્વેમાં મહારાષ્ટ્ર અંગે ચોંકાવનારો ખુલાસો
(જી.એન.એસ),તા.31
મહારાષ્ટ્ર,
મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે એક આંતરિક સર્વે કર્યો છે. આ સર્વે અનુસાર, કોંગ્રેસ માત્ર લોકસભામાં જ નહીં પરંતુ વિધાનસભામાં પણ સૌથી મોટી પાર્ટી બનવાની સંભાવના છે. અહેવાલ અનુસાર, કોંગ્રેસને 85 બેઠકો મળી શકે છે, જ્યારે શરદ પવારના જૂથને 55થી 60 બેઠકો અને ઉદ્ધવ ઠાકરે જૂથને 32થી 35 બેઠકો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સર્વે પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતી વચ્ચે કડક મુકાબલો થવાની સંભાવના છે. ABP માઝા અનુસાર સર્વે દ્વારા એ સંકેત પણ આપવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેની સતત મુખ્યમંત્રી પદની માંગને લઈને તેમને એક પ્રકારે ચેતવણી આપી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે સર્વેના પરિણામો દ્વારા શિવસેના (UBT)ને એ સંદેશ આપ્યો છે કે તેમના વગર પણ કોંગ્રેસ અને એનસીપી (એસપી) જાદુઈ આંકડાને સ્પર્શી શકે છે.
મહાવિકાસ અઘાડીમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. 16 ઓગસ્ટે મહાવિકાસ અઘાડીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ માંગ કરી હતી કે 2024ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવે. જોકે, કોંગ્રેસ અને શરદ પવાર જૂથે આ પર કોઈ ઠોસ પ્રતિક્રિયા આપી નથી. ઠાકરેનું માનવું છે કે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવો જરૂરી છે. મુંબઈમાં બેઠકોની વહેંચણીને લઈને કોંગ્રેસ અને ઠાકરે જૂથ વચ્ચે પણ તણાવ ચાલી રહ્યો છે. ઠાકરે જૂથ મુંબઈની 20થી 22 બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છુક છે, જ્યારે કોંગ્રેસે તેમને 18 બેઠકોનો પ્રસ્તાવ આપ્યો છે. આ દરમિયાન, શરદ પવારની એનસીપીએ પણ 7 બેઠકો પર દાવો કર્યો છે. આવી સ્થિતિમાં બેઠકોની વહેંચણી તમામ પક્ષો માટે પડકારજનક હોઈ શકે છે. દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તમામ 225 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. MNSના વડા રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, “લોકોએ મહાયુતિ અને MVA દ્વારા રમાતી ગંદી રાજનીતિ જોઈ છે. અમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત 225 ઉમેદવારોને મેદાનમાં ઉતારીશું.’
કોને કેટલી બેઠકો?
કોંગ્રેસ : 85 બેઠકો
બીજેપી : 55 બેઠકો
એનસીપી (શરદ પવાર જૂથ): 55 60 બેઠકો
શિવસેના: 24 બેઠકો
એનસીપી (અજિત પવાર જૂથ): 8 9 બેઠકો
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ): 32 35 બેઠકો
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.