Home મધ્ય ગુજરાત અમદાવાદ મહારાષ્ટ્રની એક યુવતી સાથે અમદાવાદમાં અભદ્ર વર્તન કરાયું

મહારાષ્ટ્રની એક યુવતી સાથે અમદાવાદમાં અભદ્ર વર્તન કરાયું

36
0

(GNS),08

અમદાવાદને શરમમાં મૂકે એવી એક ઘટના સામે આવી છે. જે ગુજરાતનું નામ ખરાબ કરી શકે છે. મહારાષ્ટ્રની એક યુવતી સાથે અમદાવાદમાં અભદ્ર વર્તન કરાયું હોવાનો કેસ સામે આવ્યો છે. સેટેલાઈટના શિવરંજની વિસ્તારમાં આવેલા પી.જી.માં યુવતી સાથે છેડતી અને અભદ્ર વર્તન પી.જી.ના સંચાલકે કર્યું છે. દિવાળી ટામે યુવતી ઘરે જઈ રહી હતી એ સમયે આવી ચઢેલા પીજી સંચાલકે હદ વટાવી દીધી હતી. આખરે યુવતીએ પોલીસને બોલાવતાં આ મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે પીજીમાં રહેતી યુવતીઓમાં ફફડાટ ફેલાયો છે. મુળ મહારાષ્ટ્રની વતની ૨૦ વર્ષની યુવતી એલ.એલ.બી.માં અભ્યાસ કરતી હોવાથી હાઈકોર્ટ ખાતે ઈન્ટર્નશિપ કરવા આવી હતી. હાઈકોર્ટમાં ઈન્ટર્નશિપ પૂર્ણ થતાં પેકીંગ કરતી હતી ત્યારે અભદ્ર વર્તન કર્યાની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. શિવરંજની પાસે આવેલા ઈસ્કોન ગર્લ્સ પી.જી.માં તે એકલી નહીં પણ એની સાથે ત્રણ-ચાર બહેનપણીઓ પણ રહેતી હતી. જેઓની ઈન્ટર્નશીપ 2 દિવસ પહેલાં પૂર્ણ થતાં તેઓ દિવાળીના તહેવારોને કારણે ઘરે જેવા નીકળી ગઈ હતી. ફરિયાદી યુવતીની ઈન્ટર્નશીપ તા. ૬ના રોજ પૂરી થઈ હોવાથી સાંજે વતન પરત જવા માટે યુવતી સામાન પેક કરી રહી હતી.

આ સમયે સાંજે સાતેક વાગ્યાના અરસામાં પી.જી.ના સંચાલક આકાશ અજમેરા પીજીમાં આવી ચઢ્યો હતો. જેને યુવતી સાથે અભદ્ર વાતો શરૂ કરી હતી. જેને સ્મોક કરતી હો, ડ્રીન્ક કરતી હો? સેક્સ કિયા હૈ કભી? જેવી વાતો શરૂ કરતાં યુવતી બગડી હતી. પી.જી.ના માલિક આકાશ લલિતભાઈ અજમેરા આટલેથી પણ અટકયો ન હતો અને પેન્ટની ચેઈન ખોલી પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢી ગેરવર્તન શરૂ કર્યું હતું. જેથી ગભરાઈ ગયેલી યુવતીએ તેને ધક્કા મારી રૂમ બહાર કાઢીને દરવાજો બંધ કરી દીધો હતો. યુવતી એકાએક થયેલા આ વર્તનને કારણે ગભરાઈ ગઈ હતી. આજે તેનો છેલ્લો દિવસ હતો. એ પીજીનો સંચાલક જાણતો હોવાથી એનો ગેરફાયદો ઉઠાવવા માટે આવ્યો હતો. યુવતીએ એના એક મિત્ર સાહિલને ફોન કરતાં તે દોડી આવ્યો હતો. સાહીલ સાથે પણ આકાશ અજમેરાએ ગેર વર્તન કરી મારા મારી કરતાં આખરે યુવતીએ પોલીસને બોલાવી હતી. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાતાં પોલીસે આકાશ લલિતભાઈ અજમેરાની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકારના કેસ એ પીજીમાં એકલી રહેતી યુવતીઓ માટે ડરનું કારણ બનવાની સાથે વાલીઓ માટે પણ ચિંતાનું કારણ બને છે. હાલમાં પોલીસે લલિત અજમેરા સામે કાર્યવાહી કરી છે પણ પોલીસે એકલી રહેતી યુવતીઓને એ અહેસાસ આપવાની પણ જરૂર છે કે ગુજરાત અને અમદાવાદ સેફ છે અને તેઓ એકલી રહી શકે છે અને અડધી રાતે પણ અમદાવાદમાં એકલી ફરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field