Home દેશ - NATIONAL મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે વિપક્ષી દળોની બેઠક સ્થગિત રહી

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે વિપક્ષી દળોની બેઠક સ્થગિત રહી

12
0

(GNS),03

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે વિપક્ષી દળોની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. પહેલાથી નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર, આવતા અઠવાડિયે બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની હતી. આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામેની તૈયારીના સંદર્ભમાં વિરોધ પક્ષોની આ બીજી બેઠક હતી. બેઠક અંગે જનતા દળ યુનાઈટેડ (JDU)ના નેતા કેસી ત્યાગીનું કહેવું છે કે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આવતા અઠવાડિયે 13 થી 14 જુલાઈ દરમિયાન યોજાનારી વિપક્ષી પાર્ટીઓની મહત્વપૂર્ણ બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે અને હવે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. જે બાદ બેઠક માટે નવી તારીખ નક્કી કરવામાં આવશે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સાંસદ મનોજ ઝાએ આ બેઠક વિશે સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે વિપક્ષી દળોની બેઠક 2-4 દિવસ મોડી થઈ શકે છે અથવા તે પહેલા યોજાઈ શકે છે. ઘણા નેતાઓની પોતાની વ્યસ્તતા છે. હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ આ બેઠક ચોમાસુ સત્રની શરૂઆત પહેલા યોજાય તેવી શક્યતા છે.

બેઠક અંગે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, અમે ટૂંક સમયમાં જ બેઠકની તારીખ જાહેર કરીશું. અમે તમામ રાજકીય પક્ષો સાથે સતત વાત કરી રહ્યા છીએ અને તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ બેઠક ચોમાસુ સત્રની શરૂઆત પહેલા યોજાશે. વિરોધ પક્ષોની બીજી બેઠક અંગેની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. બિહાર અને કર્ણાટક વિધાનસભામાં શરૂ થઈ રહેલા મોનસૂન સત્ર દરમિયાનની તારીખો ધ્યાનમાં રાખીને બેઠક મુલતવી રાખવાનું મુખ્ય કારણ છે. બિહાર વિધાનસભાનું ચોમાસુ સત્ર આવતા અઠવાડિયે 10 જુલાઈ એટલે કે સોમવારથી શરૂ થશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને બેઠક સ્થગિત કરવા કહ્યું કારણ કે મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવ બંને વિધાનસભા સત્રમાં વ્યસ્ત રહેશે. અગાઉ કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગયા અઠવાડિયે શનિવારે કહ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. 23 દિવસ સુધી ચાલનારા ચોમાસુ સત્રમાં કુલ 23 બેઠકો થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articlePM નરેન્દ્ર મોદીનો US પ્રવાસ કેમ અલગ હતો તેનું કારણ વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક બોલાવી