આરોપી ફહીમ ખાનના ઘર પર કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયું
(જી.એન.એસ) તા. 24
નાગપુર,
ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ફાટી નીકળેલી હિંસામાં માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ફરી વળ્યુ હતું. આરોપીના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો છે. આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેરીને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસે દાવો કર્યો છે કે મુખ્ય આરોપી 38 વર્ષીય ફહીમ શમીમ ખાન આ રમખાણને ઉશ્કેરવામાં સામેલ હતો. શમીમ લઘુમતી ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના નાગપુર શહેર પ્રમુખ છે. સવારે બુલડોઝર સાથે પહોંચેલી ટીમે આ કાર્યવાહી હાથ ધરી, જે દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ફહીમ ખાન, જે વ્યવસાયે બુરખા વેચે છે, તેના પર આરોપ છે કે તેણે ઉશ્કેરણીજનક વીડિયો અને નિવેદનો ફેલાવીને લોકોને ભડકાવ્યા, જેના પરિણામે શહેરમાં હોબાળો મચી ગયો.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાએ તેમને જાતે જ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો જે પૂર્ણ થઈ ગયો છે પરંતુ તેમણે બાંધકામ હટાવ્યું ન હતું. આ પછી હવે ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી રહી છે જ્યારે 17 માર્ચે રમખાણો બાદ શહેરમાં લાદવામાં આવેલ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે.
નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સંજય બાગ કોલોનીમાં ફહીમ ખાનનું બે માળનું મકાન છે, જેને આજે તોડી પાડવામાં આવ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે NMCએ રમખાણોના આરોપીની મિલકત પર આવી કાર્યવાહી કરી અને ગેરકાયદે બાંધકામને બુલડોઝ ફેરવ્યું હોય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.