(GNS),01
મહારાષ્ટ્રના થાણેમાં સમૃદ્ધિ હાઈવે પર સોમવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર બાંધકામ દરમિયાન ક્રેનનું ગર્ડર લોન્ચર પડી જવાથી 14 લોકોના કચડાઈ જવાથી મોત થયા હતા, જ્યારે ત્રણથી વધુ વ્યક્તિઓને ઈજા થઈ હતી. હજુ પણ 5 થી 6 લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું કહેવાય છે. સ્થળ પર સર્ચ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. થાણેના એસપી રેસ્ક્યુ ટીમ સાથે સ્થળ પર હાજર છે. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 1 વાગ્યે, કંટ્રોલને આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી કે રાત્રે 12 વાગ્યે, થાણા જિલ્લાના સાતગાંવ બ્રિજ, સરલ અંબેગાંવ, શાહપુરમાં સમૃદ્ધિ હાઇવેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. તૈયાર ફ્લાયઓવરનો ભાગ ક્રેનની મદદથી ઊંચકીને પિલર પર ફીટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક ગર્ડર લોન્ચર પડી ગયું હતું.
થાણે એસપીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તેમાં 14 લોકોના મોત થયા છે, જેઓ મજૂર હતા અને કામ કરતા હતા. તે સિવાય ત્રણ મજૂરો ઘાયલ થયા છે. એસપીએ એમ પણ જણાવ્યું કે આ ઘટનામાં હજુ પણ પાંચથી છ લોકો દટાયેલા છે. એટલા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. થાણે એસપીએ જણાવ્યું એ પણ જણાવ્યું કે, ગર્ડર લૉન્ચર મશીન એક ગેન્ટ્રી ક્રેન છે, જેનો ઉપયોગ પુલના નિર્માણમાં થાય છે. આ હાઇવે અને હાઇ-સ્પીડ રેલ બ્રિજ બાંધકામ પ્રોજેક્ટ્સમાં પ્રીકાસ્ટ બોક્સ ગર્ડર્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ મશીન વડે મોડી રાત્રે બોક્સ ગર્ડર લગાવવામાં આવી રહ્યા હતા ત્યારે અચાનક જ ગર્ડર લોન્ચર નીચે પડી જતાં મજૂરો દટાઈ ગયા હતા.
સમૃદ્ધિ હાઇવે 710 કિલોમીટર લાંબો છે.. જે જણાવીએ તો, મુંબઈ અને નાગપુરને જોડતો સમૃદ્ધિ હાઈવે 701 કિલોમીટર લાંબો છે. તે નાગપુર, વાશિમ, વર્ધા, અહેમદનગર, બુલઢાણા, ઔરંગાબાદ, અમરાવતી, જાલના, નાસિક અને થાણે સહિત 10 જિલ્લાઓમાંથી પસાર થાય છે. સમૃદ્ધિ હાઇવેનું નિર્માણ કાર્ય મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મે મહિનામાં કહ્યું હતું કે, હાઈવેના ત્રીજા અને છેલ્લા તબક્કાનું કામ આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.
1 જુલાઈના રોજ થઈ હતી બસ દુર્ઘટના, 26ના થયા હતા મોત…જે જણાવીએ તો, પહેલી જુલાઈએ સમૃદ્ધિ હાઈવે પર એક અકસ્માત થયો હતો, જેમાં 26 મુસાફરોના મોત થયા હતા. વાસ્તવમાં, એક ખાનગી એસી બસ નાગપુર, વર્ધા અને યવતમાલથી મુસાફરોને લઈને પુણે જઈ રહી હતી. બુલઢાણા નજીક સમૃદ્ધિ હાઇવે પર અચાનક બસમાં આગ લાગી હતી. આગને કારણે 26 મુસાફરોના મોત થયા હતા. જ્યારે માત્ર સાત મુસાફરો જ બચી શક્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બળી ગયેલા મૃતદેહોની પણ ઓળખ થઈ શકતી ન હતી
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.