Home અન્ય રાજ્ય મહાદેવ બેટિંગ એપ કેસ: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલના નિવાસસ્થાન સહિત 20...

મહાદેવ બેટિંગ એપ કેસ: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલના નિવાસસ્થાન સહિત 20 જેટલા સ્થળે સીબીઆઈ દરોડા

34
0

(જી.એન.એસ) તા. 26

રાયપુર,

મહાદેવ બેટિંગ એપ કેસમાં સીબીઆઈ દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલના નિવાસસ્થાન સહિત 20 સ્થળે દરોડા પાડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. બીજીતરફ બધેલના નિવાસસ્થાન બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થઈ સૂત્રોચ્ચા કરી રહીય છે, તો પોલીસે સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભિલાઈમાં પણ હોબાળો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યાં એક મહિલા ધારાસભ્યએ સીબીઆઈનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં કાર્યકર્તાઓએ બધેલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હોવાની પણ માહિતી સામે આવી છે.

સીબીઆઈની ટીમે પૂર્વ મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ભિલાઈ-3 પદુમ નગરમાં, ધારાસભ્ય દેવેન્દ્ર યાદવનું નિવાસ્થાન સેક્ટર-5માં, IPS અભિષેક પલ્લવના નિવાસસ્થાન સેક્ટર-9 અને તે વખતે મહાદેવ સટ્ટા એપ ચલાવનાર સિપાહી નકુલ અને સહદેવના નિવાસસ્થાન નેહરુનગર પર દરોડો પાડી દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

તેમજ આ મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પણ સીબીઆઈની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. બીજતરફ કાર્યકર્તાઓ આક્રમક બનતા બધેલના ઘર બહાર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. બધેલના ઘર બહાર અનેક કાર્યકર્તાઓ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરતા પોલીસે પણ સામે કાર્યવાહી કરી તમામને તગેડી મૂક્યા છે. કોંગ્રેસ સમર્થકો સીબીઆઈના દરોડાના વિરોધમાં વધુ આક્રમક બનતા હોય તેમ સમગ્ર રાજ્યમાં અસર જોવા મળી રહી છે. મળતા અહેવાલો મુજબ કોંગ્રેસના નેતા રાયપુર સ્થિત નિવાસસ્થાને ધરણાં પર બેસી ગયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક સ્થળે કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field