(જી.એન.એસ,રવિન્દ્ર ભદૌરિયા),તા.૬
ગાંધીનગર ખાતે આવેલ સ્વસ્તિક હાઈસ્કૂલ હાલીસામાં મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ દ્વારા ગુજરાત વિદ્યાપીઠનો સાદરા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગ્રામ સ્વરાજ શિબિર-3 શનિવાર ના રોજ યોજાશે. આ શિબિર ઉદ્ધઘાટન ગ્રામનગર ના લોકો માટે થવા જઈ રહ્યો છે. ગ્રામ સ્વરાજ શિબિર 3 લોકો માટે ઉપયોગી થશે. આ કાર્યક્રમ અંતર્ગત સરપંચ અને ગ્રામ વિકાસના અધિકારીઓ આ કાર્યક્રમ માં હાજરી આપશે. માર્ગદર્શન અધ્યાપક ડો. અમરેન્દ્ર પાંડે,ડો. મોતીભાઈ દેવું, ડો વિક્રમસિંહ અમરાવત અને શિબિર સંચાલક ડો.રાજેન્દ્રભાઇ જોશી ગ્રામના લોકોને માર્ગદર્શન આપશે. જ્યારે આ શિબિર અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠમાંથી અધ્યાપકો પોતાના પ્રવચનો રજૂ કરી ગ્રામ ના લોકોને સાચી માહિતી આપશે.
ગ્રામ સ્વરાજ શિબિર 3 અંતર્ગત અધ્યાપકો દ્વારા માર્ગદર્શન આપી ગ્રામની સેવાને મજબૂત કરશે. જેમાં ગુજરાતના ગામડાઓમાં પશુપાલન, શ્રમ સફાઈ, પ્રભાત ફેરી, બૌદ્ધિક
રમતો અને લોકસપર્ક કરી વક્તા સંચાલન દ્વારા માર્ગદર્શન અપાશે. આ માર્ગદર્શન માં ખેતી, ખાદી, ગ્રામઉદ્યોગને પણ આવરી લેવાશે. અને ગામડાનું આરોગ્ય,ખોરાક વિશે પણ જાહેર જનતા ને ધ્યાન દોરાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.