(GNS),25
મહાઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી કરોડો રૂપિયાની ભેટ લઈને વિવાદમાં ફસાયેલી જેકલિન ફર્નાન્ડિઝને દિલ્હી કોર્ટે વિદેશ પ્રવાસની મંજરી આપી છે. મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર સાથે સાંઠગાંઠના આરોપનો સામનો કરી રહેલી જેકલિનને ૨૫ મેથી ૧૨ જૂન સુધી વિદેશ પ્રવાસની મંજૂરી અપાઈ છે.
જેકલિન ૨૭મે સુધી IIFA એવોર્ડ્સમાં ભાગ લેશે.ત્યાર બા ૨૮મેથી ૧૨ જૂન સુધી ઈટાલીના મિલાન ખાતે ફિલ્મનું શૂટિંગ કરશે.
દિલ્હીની પટિયાલા કોર્ટના સ્પેશિયલ જજ શૈલેન્દ્ર મલિકએ જેકલિનને વિદેશ પ્રવાસને મંજૂરી આપતો હુકમ કર્યો હતો. અગાઉ ૧૫ નવેમ્બરના રોજ કોર્ટે જેકલિનને આગોતરા જામીન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મહાઠગ સુકેશ સામે ચાલી રહેલા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એડિશનલ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, જેમાં જેકલિનને આરોપી ગણાવાઈ છે. અન્ય એક્ટ્રેસ નોરા ફતેહીનું નામ પણ સુકેશ સાથે ઉછળ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેકલિનની રૂ.૭.૨૦ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
સુકેશ ચંદ્રશેખર જેલમાં હોવા છતાં જેકલિન પ્રત્યેની લાગણી અવાર-નવાર જાહેર કરતો રહે છે. જેકલિન સાથે પ્રેમ સંબંધો હોવાના સુકેશે દાવા કર્યા છે, પરંતુ જેકલિન તરફથી ક્યારેય જવાબ અપાયો નથી. નોરા ફતેહીને સુકેશે સ્વાર્થી ગણાવી છે. આ કેસમાં નોરા ફતેહીને સાક્ષી બનાવાય તેવી શક્યતા છે.
જો કે જેકલિન માટે કપરાં ચડાણ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં જેકલિનની સંડોવણી બહાર આવતાં તેને પણ આરોપી બનાવી દેવાઈ છે. જેના કારણે કોર્ટની મંજૂરી બાદ જ જેકલિન વિદેશ પ્રવાસ કરી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.