(જી.એન.એસ),તા.05
જમ્મુ-કાશ્મીર,
Netflix પર રિલીઝ થયેલી વેબ સિરીઝ IC814: The Kandahar Hijack એ ફરી એકવાર કંદહાર હાઇજેક કેસને ચર્ચામાં લાવી દીધો છે. આ કેસ પર વાત કરતા જમ્મુ-કાશ્મીરના તત્કાલિન ડીઆઈજી એસપી વૈદ્યએ કહ્યું કે, ઘણી વાટોઘાટો બાદ બંધક બનાવેલા વિમાનના મુસાફરોના બદલામાં ત્રણ ખુંખાર આતંકીઓને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પૂર્વ ડીઆઈજીએ કહ્યું કે આઈએસઆઈના ઈશારે આતંકીઓએ બંધકોના બદલામાં ઘણા આતંકીઓને છોડવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, જે લોકો અમારા પક્ષના હતા, તેઓ લાંબી વાટાઘાટો અને સખત મહેનત પછી સંમત થયા કે, બંધકોની સામે ત્રણ આતંકવાદીઓ મુક્ત કરવામાં આવશે, જેમાં મસૂદ અઝહર, ઓમર શેખ અને મુશ્તાક ઝરગરનો સમાવેશ થાય છે. વૈદ્યે જણાવ્યું કે તે સમયે મસૂદ અઝહર જમ્મુની ચુસ્ત સુરક્ષાવાળી જેલમાં બંધ હતો.
જ્યારે સરકારે તેને મુક્ત કરવાનો નિર્ણય કર્યો, ત્યારે જમ્મુ અને કાશ્મીરના પોલીસ વડાએ તેમને જમ્મુ જેલમાંથી મસૂદ અઝહરને તેમની પોતાની કસ્ટડીમાં લેવાની અને જમ્મુના ટેક્નિકલ એરપોર્ટ પર દિલ્હીથી આવતા અધિકારીઓને સોંપવાની જવાબદારી આપી હતી. આ અંગે મીડિયાને જાણ ન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. મસૂદ અઝહરને છોડાવવાની ઘટનાનો ઉલ્લેખ કરતા એસપી વૈદ્યે કહ્યું કે જ્યારે તેઓ મસૂદ અઝહરને લેવા જેલમાં ગયા ત્યારે તેના ચહેરા પર એક લુચ્ચુ સ્મિત હતું, જાણે કે તેઓ કહેતા હોય કે, આખરે તમારી સરકાર મને છોડવા માટે મજબૂર થઈ. વૈદ્ય કહે છે કે તે જાણતો હતો કે જ્યારે આ રાક્ષસ, આ રાક્ષસ (મસૂદ અઝહર) મુક્ત થશે ત્યારે તે હજારો નિર્દોષ લોકોને મારી નાખશે અને પાકિસ્તાન ગયા પછી પણ એવું જ થયું, તેણે જૈશ-એ-મોહમ્મદની રચના કરી અને ભારત પર સેંકડો હુમલા કર્યા. જેમાં સંસદ ભવન પર હુમલો, મુંબઈ હુમલો અને પુલવામા હુમલો કર્યો. પૂર્વ ડીઆઈજીએ કહ્યું કે તેને છોડતી વખતે તેમને એવું લાગતું હતું કે આને જીવતો પાછા ના મોકલવો જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.