ઈરાનમાં હિજાબ વિવાદ ફરી ઉગ્ર બન્યો
(જી.એન.એસ) તા. 6
મશહદ,
ફરી એકવાર ઈરાનમાં કટ્ટરવાદી નીતિઓ સામે મહિલાઓનો વિરોધ અટકી રહ્યો નથી, અને હિજાબ વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. અહીં એક મહિલા સંપૂર્ણપણે નગ્ન હાલતમાં પોલીસ વાહન પર ચઢી ગઈ અને ભારે હંગામો મચાવ્યો. મહિલા પહેલા કારની સામે ઉભી રહે છે અને પછી કોઈ પણ ડર વગર બોનેટ પર ચઢી જાય છે. આ પછી મહિલા કારના વિન્ડશિલ્ડ પર બેસે છે. આ ઘટના દરમિયાન નજીકમાં કેટલાક લોકો હથિયારો સાથે જોવા મળે છે. એક અહેવાલ મુજબ, આ ઘટના ઈરાનના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત દેશના બીજા સૌથી મોટા શહેર મશહદમાં બની હતી.
ઈરાનના મશહદ શહેરની આ ઘટનાનો વીડિયો અત્યારે ખૂબ ચર્ચામાં છે, જેમાં એક મહિલા સંપૂર્ણપણે કપડાં વગર પોલીસ વાહન પર ચડીને ઉગ્ર વિરોધ નોંધાવી રહી છે. વીડિયોમાં મહિલાના આજુબાજુ માર્ગ પર પસાર થતા લોકો અને કારના હોર્ન વગાડવાના અવાજો સ્પષ્ટ સંભળાય છે. સાથે જ, નજીકમાં પાર્ક કરેલી કારમાં બેઠેલી મહિલાની આસપાસ કેટલાક શસ્ત્રધારી લોકો પણ જોવા મળ્યા હતા, જે ઘટનાને વધુ ચોંકાવનારી બનાવે છે. વીડિયોમાં મહિલા નગ્ન હોવાના કારણે અમે તમને તે બતાવી શકતા નથી. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, એક પુરુષે જે પોતાને મહિલાનો પતિ હોવાનો દાવો કરે છે, તેણે જણાવ્યું કે હાલ તે સુરક્ષિત છે અને તેની સંભાળ લેવામાં આવી રહી છે. મહિલાના નગ્ન થઈને વિરોધ નોંધાવવાનું કોઇ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઈરાનના કડક મહિલાઓ માટેના ડ્રેસ કોડના વિરોધમાં આ પગલું ભરવામાં આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.