દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી ગયા છે. સવારે 10 વાગ્યાથી કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં મતની ગણતરી ચાલુ છે. મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરુર વચ્ચે થયેલા કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે 17 ઓક્ટોબરે મતદાન થયું હતું. 9915માંથી 9500થી વધારે ડેલિગેટ્સે વોટ કર્યા હતા. 24 વર્ષ બાદ પહેલી વાર એવું થયું છે, જ્યારે કોઈ અધ્યક્ષ ગાંધી પરિવારથી બહાર ચૂંટાઈ આવ્યા છે. આ અગાઉ સીતારામ કેસરી બિન ગાંધી પરિવારમાંથી અધ્યક્ષ બન્યા હતા.
કોંગ્રેસ પોતાના 137 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર અધ્યક્ષ પદ માટે 6ઠ્ઠી વાર ચૂંટણી કરી હતી. મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા છે, અહીં ખડગેને કુલ 7897 વોટ મળ્યા હતા, જ્યારે શશિ થરુરને 1072 વોટ મળ્યા હતા, જ્યારે 416 વોટ રદ થયા હતા. કુલ 9385 નેતાઓએ 17 ઓક્ટોબરના રોજ વોટ નાખ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વાર અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ છે.
પાર્ટી મહાસચિવ જયરામ રમેશેના જણાવ્યા અનુસાર અધ્યક્ષ પદ માટે અત્યાર સુધીમાં 1939,1950,1977 અને 2000માં ચૂંટણી થઈ છે. આ વખતે પુરા 22 વર્ષ બાદ અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ છે. આ તમામની વચ્ચે મતગણતરી દરમિયાન શશિ થરુરની ટીમે પાર્ટીના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને ઉત્તર પ્રદેશ ચૂંટણી દરમિયાન અત્યંત ગંભીર અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને માગ કરી છે કે રાજ્યમાં નાખવામાં આવેલા તમામ મતોને અમાન્ય ગણવામા આવે. થરુરની પ્રચાર ટીમે પંજાબ અને તેલંગણામાં પણ ચૂંટણી સંચાલનમાં ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.