Home મનોરંજન - Entertainment મને રાજકારણ ખૂબ જ ગમે છે, હું લોકોની સેવા કરવા ઈચ્છું છું,...

મને રાજકારણ ખૂબ જ ગમે છે, હું લોકોની સેવા કરવા ઈચ્છું છું, પરંતુ હાલ અભિનયમાં વ્યસ્ત છું: નેહા શર્મા

53
0

(જી.એન.એસ) તા.૨૪

વેબ સિરિઝ ઈલીગલ 3ના પ્રમોશનમાં વ્યસ્ત નેહા શર્માએ કહ્યું છે કે, ‘મને રાજકારણ ખૂબ જ ગમે છે, હું લોકોની સેવા કરવા ઈચ્છું છું, પરંતુ હાલ અભિનયમાં વ્યસ્ત છું.’ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઈલીગલ 3 સિરિઝનું શાનદાર ટ્રેલર રિલિઝ થયું હતું, જે ચાહકોને પણ ખૂબ પસંદ આવ્યું છે. ઈલીગલ 3ના ટ્રેલરમાં એક ડાયલોગ છે કે હું મારી મહત્વાકાંક્ષા માટે કોઈની માફી નહીં માંગું. જીવનમાં આ પ્રકારની વિચારસરણી કેટલી ઉપયોગી છે? નેહાએ કહ્યું કે, આ એક સારી વાત છે, જે તમને તમારા લક્ષ્ય તરફ આગળ વધવા માટે પ્રેરિત કરે છે. જોકે, હું હંમેશા માનું છું કે, સાચા ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ પણ સાચો હોવો જોઈએ. દરમિયાન નેહા શર્માના પિતા અજીત શર્મા બિહારની ભાગલપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. થોડા દિવસો પહેલા જ અભિનેત્રી પિતાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએફટીઆઈઆઈના વિદ્યાર્થીને 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘લા સિનેફ’ એવોર્ડ મળ્યો
Next articleકાળઝાળ ગરમીથી બચાવા વદોડારમાં સિગ્નલ પર ગ્રીન કાપડના મંડપ ઉભા કરાયા