Home મનોરંજન - Entertainment મને ફિમેલ લૂકમાં જોઈને તો મારી પુત્રી ડરી ગઈ હતી : નવાઝુદ્દીન...

મને ફિમેલ લૂકમાં જોઈને તો મારી પુત્રી ડરી ગઈ હતી : નવાઝુદ્દીન સિદ્દીકી

45
0

આગામી ફિલ્મમાં પોતાના કેરેકેટરનો લૂક શેર કરીને થોડા દિવસ પહેલા નવાઝુદ્દીન સિદ્દીકીએ સસલું કોઈને ચોંકાવી દીધા હતા. છેલ્લા બે દાયકામાં અનેક ફિલ્મોમાં વર્સેટાઈલ અભિનય કરીને પોતાની અલગ ઓળખ બનાવી છે. નવાઝે ‘કહાની’, ‘પાન સિંહ તોમર’ , ‘ધ લંચ બોક્સ’ જેવી અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે.

ફિલ્મોની સાથે ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ નવાઝે તેનો ડંકો વગાડ્યો છે. આગામી ફિલ્મ ‘હડ્ડી’ માં મહિલાનું પાત્ર નિભાવી રહેલા નવાઝે ફિલ્મમાં તેના પાત્ર અને એક્ટિંગ પ્રોસેસ વિશે વાત કરી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીએ આ ફિલ્મ વિશે કહ્યું હતું કે, હું આ ફિલ્મમાં બે કેરેક્ટર ભજવી રહ્યો છું. હું એક તરફ મહિલા તો બીજી તરફ ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં નજર આવીશ. આ બંને અલગ-અલગ છે પણ આ ફિલ્મમાં મારા ડબલ રોલ છે.

નિર્દેશક અક્ષત શર્માએ જ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે અને તે છેલ્લા ચાર વર્ષથી આ સ્ટોરી પર ફિલ્મ બનાવવા માગતો હતો.હું તેને ઘણાં સમયથી ઓળખું છું. તેણે અનુરાગ કાષાયપ સાથે પણ કામ કર્યું છે. તે ટેલેન્ટેડ છે અને તેની સાથે કામ કરવાની મને મજા આવી. હું કોઈપણ ફિલ્મમાં મારા કેરેક્ટરને જાણવાની ઈચ્છા રાખું છું. હું મારા પાત્ર વિશે વિચારું છું કે, મહિલાઓ કેવી રીતે વિચારે છે. મારે શું કરવું જોઈએ. એક મહિલાની નજરથી દુનિયાને જોવું છું. કારણકે ફક્ત કોસ્ચ્યુમ અને ગેસ્ચરથી કામ નથી ચાલતું.

‘હડ્ડી’ ફિલ્મના રિલીઝ થયેલા પોસ્ટર વિશે નવાઝુદ્દીન સિદ્દીકીએ ખુલાસો કર્યો હતો કે, તેની પુત્રી તેને સ્ત્રીના પોશાકમાં જોઈને ખૂબ જ અસ્વસ્થ હતી પરંતુ તે હવે જાણે છે કે તે એક કેરેક્ટર માટે છે અને હવે તે ઠીક છે.હું આ ફિલ્મમાં બે ભૂમિકા ભજવીશ અને તેના માટે દરરોજ લગભગ ત્રણ કલાક માટે મેક અપ કરવો પડે છે. નવાઝની આગામી ફિલ્મની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં ‘ટીકુ વેડ્સ શેરૂ’, નૂરાની ચહેરા’ અને અદભુત’ માં નજર આવશે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલિવૂડની બે ફિલ્મો એક સાથે ઊંધા માથે પટકાતા થેન્ક ગોડની ટીમને છે ડર બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડનો
Next articleપુસ્તકો પરથી ફિલ્મ બની છે તે મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર રહી છે સફળ