Home ગુજરાત મને ઈ નથી હમજાતું કે પાંચ રાજ્યમાં હાર્યા તોય ભાજપ વાળા હરખાય...

મને ઈ નથી હમજાતું કે પાંચ રાજ્યમાં હાર્યા તોય ભાજપ વાળા હરખાય છે કેમ..?

641
0

તા. ૧૧ ડિસેમ્બર – મંગળવારે પાંચ રાજ્યોની ચુંટણી ના પરિણામો આવ્યા . જો કે પરિણામ તો છેક ૨૪ કલ્લાક પછી ૧૨ મીએ જાહેર થયા , પરંતુ ટ્રેન્ડ – આગળ – પાચળ ના સમાચારો જાહેર થયા . પાંચે પાંચ રાજ્યોમાં ભાજપની હાર સામે આવી રહી હતી . છત્તીસગઢ કે જ્યાં મોદી સાહેબના પ્રિય મુખ્યમંત્રી રમણસિંહ રાજ્યમાં ખુબ લોકપ્રિયતા ધરાવે છે એવી હવા ઉભી થઇ હતી . ભાજપનો ગઢ ગણાતા છત્તીસગઢ મા તો ભાજપ જ જીતશે એવું સહુને લાગતું હતું . પરિણામોએ બધાને ચકિત કરી દીધાં . ૯૦ બેઠકો માંથી ૬૬ બેઠકો કોંગ્રેસને મળી . રમણસિંહ નો કારમો પરાજય થયો . રાજસ્થાન અને મધ્યપ્રદેશ ભાજપ – કોંગ્રેસ માટે અતિમહત્વના અને મોટા રાજ્યો કહી શકાય . બંને રાજ્યોમાં ભાજપની સરકાર હતી . પરંતુ મતદારોએ આ બંને રાજ્યોમાં ભાજપ – કોંગ્રેસને ‘ માપમાં રહેજો ’ એવી ચીમકી આપતા હોય એવો ચુકાદો આપ્યો . બંને રાજ્યમાં કોંગ્રેસને સત્તાની નજીક પહોચાડી – ભાજપને સત્તાથી દુર રાખ્યો . મધ્યપ્રદેશમાં ૨૩૦ બેઠકો પૈકી કોંગ્રેસને ૧૧૪ બેઠકો આપી અને ૨ બેઠકો બાકી રાખી અન્ય પક્ષ – અપક્ષ ને આધીન કરી દીધો . ભાજપને ૧૦૯ બેઠકો એટલે કે થોડાક માટે ટૂંકું પડ્યું એવો અફસોસ રાખતા કરી દીધાં . રાજસ્થાનમાં ૨૦૦ પૈકી ૧૯૯ બેઠકો ની ચુંટણી થઇ હતી . તેમાં કોંગ્રેસ ને ૧૦૦ બેઠકો મળી . જેથી અન્ય પક્ષ – અપક્ષ ના ટેકાની મોહતાજ બનાવી દીધી . એટલે કે સમગ્ર પરિણામો માં ભાજપે મહત્વના ત્રણ રાજ્યોમાંથી સત્તા ગુમાવી દીધી. મિઝોરમમાં એક બેઠક ભાજપને મળી ને એજ રીતે તેલંગણામાં પણ એક બેઠક મળી. આગામી લોકસભાની ચૂટણી સાવ નજીક છે ત્યારે આવા માઠા પરિણામોથી ભાજપના કાર્યકરો માટે મોટો આઘાત ગણી શકાય . પરિણામોના આઘાતથી ભાજપના કાર્યાલયો સુમસામ થવા લાગ્યા હતા . અને કોંગ્રેસના કાર્યાલયમાં ઉજવણી શરુ થઇ હતી .
મોડી રાત્રે સૌરાષ્ટ્રના એક મિત્રનો ફોન આવ્યો “ મને ઈ નથી હમજાતું કે પાંચ રાજ્યો મા હાર્યા તોય ભાજપ વાળા આટલા હરખાય છે કેમ ? ”
મિત્રને કહ્યું કે ભાજપ કાર્યાલયમાં તો કોઈ હરખાતું ન હતું . તો જવાબ મળ્યો “ અરે ભલામાણહ કાર્યાલયમાં કાંઈ થોડા હરખાય ! તમે કોઈને ફોન કરો . પૂછો કે કેવું રહ્યું? તો જવાબ મળશે કે મજા આવી ગઈ . પાંચ રાજ્યોની પ્રજા બહુ સમજદાર છે . ભાજપના કાર્યકરોની લાગણી ને અનુરૂપ પરિણામ આવ્યા છે . બોઉ હવામાં ઉડતા હતા . એમને જમીન પર લાવવાનું કામ પાંચ રાજ્યોએ કર્યું છે . આ પરિણામ પછી અમારા નેતાઓ એમાંથી કંઇક શીકે અને ધરતી પર આવે તો સારું છે. નહિ તો ૨૦૧૯ ની લોકસભામાં સાવ ધરતી પર આળોટતા કરી દેશે . આવો જવાબ મને ભાજપના અર્ધો ડઝન કાર્યકરોએ આપ્યો છે . એટલે તમને પૂછ્યું કે કોંગ્રેસ હરખાય ઈ તો હમજી શકાય , પણ અ ભાજપના કાર્યકરો પણ ગેલમાં આવી ગયા છે. તમે તમારા ભાજપી મિત્રોને પુછજો , આવા જ પ્રત્યાઘાત આપશે .”
મિત્ર સાથેની વાતચીત પછી આજે સવારે મેં પણ ત્રણ ચાર ભાજપી મિત્રોને ફોન કર્યા . તો લગભગ આ પ્રકારના જ પ્રત્યાઘાત મળ્યા . થોડી શરમ રાખીને કહ્યું કે જે પરિણામો આવ્યા છે તે પક્ષ માટે સારા ન કહી શકાય , પરંતુ જરૂરી હતું . અમારે હજી ઘણા બોધપાઠ લેવાની જરૂર છે . માત્ર સત્તા અને સંપતી મળી જાય એટલે સત્તા આવી ન જાય . સહુનો સાથ જરૂરી છે . મિત્રોની વાત પરથી એટલું સ્પષ્ટ થયું કે નેતાઓથી કાર્યકરો નારાજ છે .
પાંચ રાજ્યોના પરિણામો પછી બાવળીયાને કાંટા ચુભવા લાગ્યા
ગઈકાલે મંગળવારે બપોરે પંચ રાજ્યોના પરિણામોનો ટ્રેન્ડ સ્પષ્ટ થવા લાગ્યો હતો . ભાજપ તમામ રાજ્યોમાં પાછળ ધકેલાતું જતું હતું . ટી.વી પર જસદણમાં કોંગ્રેસની ઉજવણી ના દ્રશ્યો જોવા મળ્યા . કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ કહ્યું કે હવે વિજયોત્સવ જસદણમાં મનાવીશું . આ સમાચારો પછી ભાજપના કેટલાક મિત્રોને પૂછ્યું કે આ પરિણામોની અસર જસદણમાં કેટલી પડશે ? તો જવાબ મળ્યો કે “ આમ પણ કુંવરજી બાવળીયા બાઉન્ડ્રી પર તો હતા જ . છેલ્લા બે દિવસના મેનેજમેન્ટ થકી જ તેમને જીતાડવાના હતા . પરંતુ હવે અઘરું થઇ ગયું . એક તો મતદારોમાં થોડી અસર થશે , ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોમાં જોમ જુસ્સો આવી ગયો. જેથી કાર્યકરો આક્રમકતાથી કામે લાગશે . ”
અન્ય એક મિત્રએ રાજકીય વિશ્ર્લેષણ સાથે વાત કરી “ તમે જુઓ , આ કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં હંમેશા નારાજગીના વિવાદમાં રહ્યા છે . વાત વાતમાં તેમને ખોટું લાગી જતું હતું અને રિસાઈને બેસી જતાં હતા . કોળી સમાજના નેતા હોવાના નાતે કોંગ્રેસને તેમની ગરજ હતી . એટલે મનાવી લેવા પડતા હતા . આ રિસામણા – મનામણા ના કારણે જ કોંગ્રેસે રાજકોટના એક તાકાતવાન કાર્યકર ઇન્દ્રનીલ રાજગુરુ ને ગુમાવવા પડ્યા . રાજગુરુએ બાવળીયાની વિરુદ્ધમાં જ પક્ષ છોડી દીધો હતો , હવે આવા બાવળીયા ભાજપમાં આવ્યા છે . બાવળીયાના કાંટા ભાજપના નેતાઓને વાગે એ પહેલાજ અત્યારે ચુંટણી સમયે જ પાંચ રાજ્યોના પરિણામો ભાજપ વિરુધ્ધ આવ્યા છે . એટલે હવે બાવળીયાને ખુદને જ કાંટા ખુચશે . જો બાવળીયા જીતી જાય તો ભાજપને એક કોળી નેતાનો વધુ ચહેરો મળે એમ છે . સોલંકી બંધુ , પરશોતમ ભાઈ અને હીરાભાઈ ની મનમાની ઓછી કરવા એ જરૂરી છે. પરંતુ પછી બાવળીયા ના સ્વભાવ મુજબ તેમને સાચવવા પણ અઘરા જ છે . અને જો બાવળીયા આ જસદણની ચુંટણી હારે , તો ભાજપ અને કોંગ્રેસ બંને ને ફાયદો છે. હાર્યા પછી કુંવરજી બાવળીયા ની સ્થિતિ પણ કોંગ્રેસના અન્ય નેતાઓ ભાજપમાં આવ્યા અને ખુણામાં ધકેલાયા છે , એવી જ થવાની છે . બાવળીયા માટે કોંગ્રેસના દરવાજા બંધ થઇ જશે અને ભાજપ તેમનું રાજકારણ પૂરું કરી દેશે . ફરી ટિકિટ પણ નહિ આપે અને કોળી આગેવાન તરીકે તેમની પાસેથી અન્યને જીતાડવાની જવાબદારી સોપશે , અને કંટાળી ને ઘરે બેસી જશે .”
બોલો ભાજપના કાર્યકરો કેટલું લાંબુ વિચારી શકે છે . જોઈએ હવે ૨૦ તારીખે ચુંટણી અને ૨૩મી એ પરિણામો પછી બાવળીયા કેવા ફેલાય છે એ જોવાનું રહ્યું .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવા M-3 EVMની ચકાસણી શરુ, હંમેશાં વિવાાદ ઉભા કરતી કોંગ્રેસ નિંદ્રામાં…?
Next articleમોદી સરકારે ભારતીય અર્થતંત્રની નસબંધી કરી દીધીઃ પ્રવિણ તોગડીયા