(જી.એન.એસ) તા.૨૭
સુરત,
સુરતની મહાનગરપાલિકાએ નામ દર્શાવવામાં ભાંગરો વાટ્યો. ફાલસાવાડી પાસે લાગેલ ઈન્ડિકેટર બોર્ડમાં નામ દર્શાવવામાં છબરડો કર્યો. સુરતની મહાનગરપાલિકાએ નામ દર્શાવવામાં ભાંગરો વાટ્યો. ફાલસાવાડી પાસે લાગેલ ઈન્ડિકેટર બોર્ડમાં નામ દર્શાવવામાં છબરડો કર્યો. મનપાએ ફાલસાવાડી પાસેના ઇન્ડિકેટરમાં અમદાવાદ રેલવે સ્ટેશનનું બોર્ડ લગાવ્યું. નામમાં દર્શાવવામાં ભાંગરો વાટતા તંત્રના કર્મચારીઓની બેદરકારી કામગીરીની પોલ ખુલી. ઇન્ડિકેટરમાં સુરત રેલ્વે સ્ટેશનની જગ્યાએ અમદાવાદ રેલવે સ્ટેશનનું બોર્ડ મારતા તંત્ર હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયું. ફાલસાવાડીના ઇન્ડિકેટર બોર્ડે મનપાની કામગીરીની પોલ ખોલી. ફાલસાવાડી પાસે ઇન્ડિકેટરમાં નંબર 1 બન્યું. અને આ ઇન્ડિકેટરમાં સુરત રેલવે સ્ટેશનની જગ્યાએ અમદાવાદ રેલવે સ્ટેશનનું બોર્ડ લાગતા તંત્રની કામગીરીની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. એક બાજુ જ્યાં સુરત મનપાએ રોડ ઇન્ડિકેટર માટે ખિતાબ હતો ત્યાં હાલમાં રેલ્વે સ્ટેશનના નામના છબરડાથી હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયું. માર્ગ પરનું ઇન્ડિકેટર સરકારી કર્મચારીઓ કામમાં કેવી બેદરકારી દાખવે છે તેનો શ્રેષ્ઠ નમૂનો છે. રોડ પરથી પસાર થનારા વાહનચાલકો પણ બે ઘડી આ ઈન્ડિકેટર જોઈ કયાં જવું તે વિચારતા થયા હશે. કોઈ વાહન ચાલકને કયાંક લાગશે કે હું ભૂલથી અમદાવાદ તો નથી પંહોચી ગયો ને. તો કોઈને લાગશે હાશ, હવે અમદાવાદનું રેલ્વે સ્ટેશન કેટલુ નજીક આવી ગયું. માર્ગ પર લગાવેલ આ ઇન્ડિકેટર હાસ્યાસ્પદ બન્યું છે. સ્માર્ટ સીટી કહેવાતા એવા સુરતના માર્ગ પર લગાવેલ એક ઇન્ડિકેટર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય માણસથી લઈને સોશિયલ મીડિયામાં આ ઇન્ડિકેટર લોકોમાં રમૂજનો વિષય બન્યું છે. શહેરના ફાલસાવાડી વિસ્તારના એક માર્ગમાં લગાવવામાં આવેલ ઇન્ડિકેટરમાં અમરોલી, વેડ, કતારગામ બાદ સીધું અમદાવાદ રેલવે સ્ટેશન દર્શાવવામાં આવ્યું છે. એક ઇન્ડિકેટરની તંત્રની પોલ ખોલતા કર્મચારીઓના કામો પર સવાલો ઉઠી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.