(જી.એન.એસ)
ઈન્દોર,
મુખ્યમંત્રી મોહન યાદવની આગેવાની હેઠળની મધ્ય પ્રદેશ સરકારે 47 IAS અને IPS ની બદલીઓનો ઓર્ડર કર્યો છે. મધ્યપ્રદેશ સરકારના ગૃહ વિભાગે અધિકારીઓની બદલીની લાંબી યાદી બહાર પાડી છે. આટલા મોટા પાયે ટ્રાન્સફર માટે કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે છે. આમ છતાં આટલા મોટા પાયે અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.
શનિવારે સવારે મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બેહના યોજનાની 1.29 કરોડ મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં 1,250 રૂપિયાની માસિક સહાયની સાથે રક્ષાબંધનનો તહેવાર માટે વધારાના 250 રૂપિયા ટ્રાન્સફર કર્યા. આમ કુલ રૂ. 1,897 કરોડની રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. શ્યોપુર જિલ્લાના વિજયપુર ખાતે એક સમારોહને સંબોધતા યાદવે કહ્યું કે મહિલાઓ સન્માનની હકદાર છે અને રક્ષાબંધન (જે 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે)ને પવિત્ર તહેવાર ગણાવ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.