Home દુનિયા - WORLD મધ્ય પ્રદેશના ખજુરાહોમાં કલ્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ G-20 વર્કિંગ ગ્રૂપની બેઠક પૂર્ણ...

મધ્ય પ્રદેશના ખજુરાહોમાં કલ્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ G-20 વર્કિંગ ગ્રૂપની બેઠક પૂર્ણ થઈ

79
0

(GNS News) ખજુરાહો તા. ૨૪

* ચાર મહત્વપૂર્ણ સત્રોમાં ભારત દ્વારા નિર્ધારિત પ્રાથમિકતાઓ પર વિગતવાર ચર્ચા.

* સાંસ્કૃતિક સચિવ ગોવિંદ મોહને કહ્યું કે, તમામ સહભાગી દેશો ભારત દ્વારા નિર્ધારિત પ્રાથમિકતાઓ પર સહમત થયા.

* વિદેશી પ્રતિનિધિઓ પણ મધ્યપ્રદેશની કલા સંસ્કૃતિથી પરિચિત થયા

મધ્ય પ્રદેશના ખજુરાહોમાં કલ્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ G-20 વર્કિંગ ગ્રૂપની બેઠક આજે (શુક્રવારે) પૂર્ણ થઈ હતી. કલ્ચર વર્કિંગ ગ્રૂપની બેઠક દરમિયાન ચાર મહત્વપૂર્ણ સત્રોમાં ભારત દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રાથમિકતાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કલ્ચર સચિવ ગોવિંદ મોહને જણાવ્યું હતું કે, તમામ સહભાગી દેશો આ પ્રાથમિકતાઓ પર સહમત થયા છે. સંસ્કૃતિ મંત્રાલયે કલ્ચર વર્કિંગ ગ્રૂપની બેઠકના આધારે વર્ષભરની પ્રવૃત્તિઓ માટે એક પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે. બે દિવસની ચર્ચાના આધારે સારાંશ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

મીટિંગ દરમિયાન 8 અતિથિ રાષ્ટ્રો અને 6 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ વૈશ્વિક વિકાસ પ્રક્રિયા માટે સમાવિષ્ટ વાતાવરણ બનાવવા માટે સંસ્કૃતિ અને સર્જનાત્મક અર્થતંત્રમાં ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. આ દરમિયાન વિદેશી પ્રતિનિધિઓ પણ મધ્યપ્રદેશની કલા અને સંસ્કૃતિ વિશે માહિતગાર થયા હતા. ભારતે આ બેઠક માટે ચાર મુખ્ય થીમ પસંદ કરી હતી, જેમાં સાંસ્કૃતિક સંપત્તિનું સંરક્ષણ અને પુનઃસ્થાપન, ટકાઉ ભવિષ્ય માટે જીવંત વારસાનો ઉપયોગ, સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગો અને સર્જનાત્મક અર્થતંત્રને પ્રોત્સાહન અને સંસ્કૃતિને બચાવવા તેમજ પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ તકનીકોનો લાભ લેવાનો સમાવેશ થાય છે. બેઠક બાદ G-20 પ્રતિનિધિમંડળે આદિવાર્તા, આદિવાસી કલા અને સંસ્કૃતિ પર કેન્દ્રિત રાજ્ય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. તમામ પ્રતિનિધિઓ શનિવારે પન્ના ટાઇગર રિઝર્વની મુલાકાત લેશે.

આ પહેલા ગુરુવારે G-20 સમિટ દરમિયાન, કલ્ચર વર્કિંગ ગ્રૂપની બેઠક માટે ખજુરાહો આવેલા વિદેશી મહેમાનોએ યુનેસ્કોના ઐતિહાસિક વારસામાં સમાવિષ્ટ મંદિર સમૂહની મુલાકાત લીધી હતી. વિદેશી મહેમાનોના સ્વાગત માટે અહીં રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. બુંદેલખંડના લોક કલાકારોએ વિદેશી મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું. આ દરમિયાન વિદેશી મહેમાનો મંદિરોના સ્થાપત્યની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

Previous articleભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી… નિફ્ટી ફયુચર ૧૭૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનની સામે ભારતે પોતાના જવાબના અધિકારનો ઉપયોગ કર્યો