Home Uncategorized મધ્ય પ્રદેશના ઈન્દોરમાં યુવા મોરચાના શહેર ઉપાધ્યક્ષ મોનુ કલ્યાણેની જાહેરમાં ગોળી મારીને...

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં યુવા મોરચાના શહેર ઉપાધ્યક્ષ મોનુ કલ્યાણેની જાહેરમાં ગોળી મારીને હત્યા

16
0

(જી.એન.એસ) તા. 23

ઈન્દોર,

મધ્ય પ્રદેશના ઈન્દોરમા ફરી એક વાર અસામાજિક તત્વો નો ત્રાસ વધ્યો હોય તેવી ઘટનાઓ બનવા લાગી છે જેમાં ભાજપ યુવા મોરચાના શહેર ઉપાધ્યક્ષ અને કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના નજીકના એવા મોનુ કલ્યાણેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. . આ ઘટના શહેરના એમજી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિમનબાગ વિસ્તારમાં બની હતી. મોનુ કલ્યાણેને પિયુષ અને અર્જુન નામના બે વ્યક્તિઓએ ગોળી મારી હતી. તેઓ મોનુ ઉપર હુમલો કરીને ફરાર થયા હતા, જેમની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અનુસાર આ હત્યા જૂની અંગત અદાવતના કારણે કરવામાં આવી છે. 

આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના શહેર ઉપાધ્યક્ષ મોનુ કલ્યાણે ચિકન બાગના ચોક પાસે ઉભા હતા, ત્યારે બાઇક સવાર અર્જુન અને પીયૂષ મોનુ કલ્યાણેની નજીક પહોંચ્યા. બંનેએ પૂછ્યું કે સવારે ભગવા રેલીનો સમય શું છે? અર્જુને આ સવાલ પૂછતા જ તેણે પાછળથી પોતાની પિસ્તોલ કાઢી અને બીજેપી નેતાની છાતી પર એક પછી એક ત્રણ ગોળીઓ ચલાવી. ગોળી વાગ્યા બાદ મોનુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. મોનુને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબ દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. અઆ ઘટના ભર બજારમાં બની હોવાની કારણે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.

મૃતક મોનુ કલ્યાણે કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના નજીકનો માણસ હતો. તેની હત્યા અર્જુન અને પિયુષે જૂની અદાવતના કારણે કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ નેતા મોનુ કલ્યાણ ભગવા યાત્રા કાઢતા હતા. તે તેની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ અર્જુન અને પીયૂષ, બંને નેતાઓ એકબીજામાં હરીફાઈમાં હતા. બંને આરોપીઓ ભૂતકાળમાં ગુનાહિત રેકોર્ડ પણ ધરાવે છે. હાલ પોલીસ મોનુના હત્યારાઓનો પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં પૂર વ્યવસ્થાપનની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
Next articleમહારાષ્ટ્રના ગડચિરોલીનો કુખ્યાત નક્સલવાદી નંગસુ તુમરેતી ઉર્ફે ગિરધરએ તેની પત્ની સાથે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આત્મસમર્પણ કર્યું