અમદાવાદ પોલીસ હથિયારોની હેરાફેરીનું નેટવર્ક ઝડપી પાડ્યું
(જી.એન.એસ) તા. 19
અમદાવાદ,
શહેર પોલીસન અધિકારીઓ એ હથિયારોની હેરાફેરી કરતી ગેંગના સભ્યોને ઝડપી પાડયા છે. રામોલ પોલીસની ટીમે સીટીએમ પાસેથી હથિયાર સાથે બે યુવકોની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. રાજસ્થાનના એક વ્યક્તિના કહેવાથી મધ્યપ્રદેશથી હથિયાર ખરીદીને લાવ્યા હતા અને રાજસ્થાનના આરોપીને આપવાના હતા. જે પહેલા આરોપીઓને પોલીસે ઝડપી હથિયારો જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે.
રામોલ પોલીસે પ્રયાગસિંગ જોધા તેમજ અંશુમાનસિંગ દેવડા નામના રાજસ્થાનના જેસલમેર તેમજ પાલીના રહેવાસી શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓને રામોલ પોલીસે હથિયાર સાથે પકડી પાડ્યા છે. વિગતવાર વાત કરીએ તો રામોલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન માહિતી મળી હતી કે રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે અમુક શખ્સો હથિયાર સાથે પસાર થવાના છે. જે બાતમીના આધારે આ બંને યુવકોને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની તપાસ કરતા તેઓની પાસેથી ભારતીય બનાવટની ત્રણ પિસ્તોલ તેમજ 8 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેથી રામોલ પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ છે. આ ગુનામાં ઝડપાયેલો આરોપી પ્રયાગસિંહ જોધા અગાઉ સુરતમાં તેમજ રાજસ્થાન ખાતે ફલસૂન અને શહેરગઢ અને ઓશિયા પોલીસ સ્ટેશન ખાતે ગેરકાયદેસર હથિયારના ગુનામાં ઝડપાયો હતો. આ મામલે રામોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. તેમજ આરોપીઓ હથિયાર કેટલા રૂપિયામાં લાવ્યા હતા અગાઉ કેટલી વાર લાવી ચૂક્યો છે તે તમામ દિશામાં તપાસ અને પૂછપરછ હાથ ધરી છે.
આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, પાંચેક દિવસ પહેલા તેઓ મધ્ય પ્રદેશ ખાતે હથિયાર લેવા ગયા હતા. વસંતસિંગ નામના મધ્યપ્રદેશના સેંદવા ગામના રહેવાસીનો સંપર્ક કરી તેની પાસેથી આ ત્રણે પિસ્તોલ અને કારતુસ ખરીદ્યા હતા. જે હથિયારો લઈને બંને આરોપીઓ રાજસ્થાન ખાતે ભવાની ચૌધરી અને અશોક બિસ્નોઈ નામના વ્યક્તિને આપવા માટે નીકળ્યા હતા. આ બંને આરોપીઓ એક જગ્યાથી ખરીદીને આરોપીઓ સુધી પહોંચાડવાના પૈસા લેતા હતા. આરોપીઓની વધુ તપાસ કરતાં સામે આવ્યું કે, પ્રયાગસિંહ જોધા બે વર્ષ પહેલાં મધ્યપ્રદેશથી દેશી બનાવટની પિસ્ટલ લાવ્યો હતો અને પોતે પિસ્ટલ સાથે શેરગઢ પોલીસ સ્ટેશન જોધપુર ખાતે પકડાઈ ગયો હતો. તેના મિત્ર ભવાની ચૌધરી અને અશોક બિશનોઈ દ્વારા પણ તેની પાસેથી બે પિસ્તોલ અને કારતુસ મંગાવ્યા હતા. જેથી પૈસાની લાલચમાં આવીને તે હથિયાર લેવા માટે મધ્યપ્રદેશ ગયો હતો ગયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.