(GNS),21
નવસારીના ચીખલીની એક શાળામાં મધ્યાહન ભોજનમાં નીકળેલી મૃત ગરોળી મુદ્દે સરકાર એકશનમાં આવી છે. યોગ કાર્યક્રમમાં શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ મધ્યાહન ભોજન અને શિક્ષકોની ઘટ મુદ્દે નિવેદન આપ્યું હતું. કહ્યું કે મધ્યાહન ભોજનમાં આવતી ફરિયાદોમાં ન્યાયિક તપાસ કરવામાં આવશે.
ભોજનમાં ગરોળી નીકળવા મુદ્દે શિક્ષણપ્રધાને યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી. વધુમાં કહ્યું, શિક્ષકોના બદલી કેમ્પ બાદ રાજયમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ઉલ્લેખનીય છે કે, 9 તારીખે પીપલગભાણ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં મૃત ગરોળી નીકળી હતી.
નવસારીના ચીખલી તાલુકાની સરકારી શાળામાં બાળકોના મધ્યાહન ભોજનમાંથી ગરોળી નીકળી હતી. મધ્યાહન ભોજન યોજના હેઠળ બનાવેલા દાળ ભાતમાંથી મૃત ગરોળી નીકળી હતી. જેના પગલે હાહાકાર મચી ગયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ થતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મળતી માહિતી અનુસાર નાયક ફાઉન્ડેશન નામની સંસ્થા હેઠળ સમગ્ર જિલ્લામાં 700થી વધુ શાળાઓમાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.