(જી.એન.એસ) તા. 19
જબલપુર,
છેલ્લા 2 વર્ષથી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવો જ એક મામલો મધ્યપ્રદેશના જબલપુરથી સામે આવ્યો હતો જેમાં એક યુવકને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવી ગયો. જેના કારણે યુવક બેભાન થઈ ગયો અને નીચે ઢળી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું.
આ દુ:ખદ ઘટના જીમમાં લગાવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના જબલપુરના ગોરખપુર વિસ્તારમાં આવેલા ગોલ્ડ જીમની હોવાની માહિતી મળી રહી છે. મૃત્યુ પામેલા યુવકની ઓળખ 52 વર્ષીય યતીશ સિંઘઈ તરીકે થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યતીશ સફેદ ટી-શર્ટ પહેરીને જીમમાં વર્કઆઉટ કરી રહ્યો છે. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે ઢળી પડ્યો. જીમ ટ્રેનર અને ત્યાં હાજર અન્ય લોકોએ તેને CPR આપ્યો, પરંતુ તેને બચાવી ન શક્યા.
આ સમગ્ર મામલે સૂત્રો થકી પ્રાપ્ત માહિતી પ્રમાણે દરરોજની જેમ યતીશ સવારે લગભગ 6:45 વાગ્યે જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન જ તેને હાર્ટએટેક આવ્યો. જેના કારણે તે જમીન પર ઢળી પડ્યો. જોકે આ દરમિયાન જીમ ટ્રેનર અને તેના મિત્રોએ તેને CPR આપ્યો અને અન્ય રીતે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. ત્યારબાદ જીમ ટ્રેનર અને અન્ય લોકો તેને હોસ્પિટલ પણ લઈ ગયા. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.