Home દેશ - NATIONAL મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી સ્વીકારી લેવામાં આવી

મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી સ્વીકારી લેવામાં આવી

81
0

સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાને કોર્ટે રાહત આપી

પ્રશાંત કિશોર કુણાલના સમર્થનમાં ઉતર્યા, કહ્યું જ્યાં સુધી હું કામરાને જાણું છું, તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો  

(જી.એન.એસ)તા.31

મુંબઈ,

શિવસેના પ્રમુખ એંડ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વિવાદીટ ટિપ્પણી કરવા મુદ્દે સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાને કોર્ટે રાહત આપી છે. મદ્રાસ હાઈકોર્ટમાં સ્ટેન્ડ અપ કોમેડિયન ના આગોતરા જામીનની અરજી સ્વીકારી લેવામાં આવી છે. જેથી કામરાની સાત એપ્રિલ સુધી ધરપકડ કરવામાં આવશે નહીં. પોલીસે તેને 31 માર્ચ સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યા હતા.

ત્યારે હવે જાણીતા ચૂંટણી રણનીતિકાર અને જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર કુણાલના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે કુણાલનો પક્ષ લેતાં કહ્યું કે, કુણાલ રાજનીતિ નથી કરતો. કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની વિરૂદ્ધ કટાક્ષ કરતી પૅરોડી બનાવ્યા બાદ રાજકારણમાં હોબાળો મચ્યો હતો. શિવસેના, ભાજપ સહિતના પક્ષોએ કામરાની ટીકા કરી હતી. પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે, કામરાએ માફી માગવાનો ઈનકાર કરતાં વધુ એક પૅરોડી બનાવી સરકાર પર પ્રહાર કર્યા હતા. આટલેથી ન અટકતાં કામરાએ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ પર પણ ટીખળ કરી હતી.

પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, કામરા રાજનીતિ કરી રહ્યો નથી. તે કોઈ ખોટો ઈરાદો ધરાવતો નથી. જ્યાં સુધી હું કામરાને જાણું છું, તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તે મારો સારો મિત્ર છે. તેણે અમુક એવી વાતો કહી જેના લીધે વિવાદ થયો. પરંતુ કામરા કોઈ ખોટી ભાવના સાથે બોલ્યો નથી. કુર્ણાલ ઓર્ગેનિક ફાર્મિંગ કરવાની સાથે સ્ટેન્ડઅપ કોમેડી પણ કરે છે. તે રાજકારણમાં કોઈનો હરીફ નથી.

સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાના નિવેદનનો બચાવ કરતાં પ્રશાંત કિશોરે કહ્યું કે, થઈ શકે તેનાથી શબ્દોની પસંદગી કરવામાં ભૂલ થઈ હોય, જો તેણે એમ કર્યું હોય તો તેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. પરંતુ હું આટલું કહી શકુ છું કે, તે દેશ અને બંધારણનું સન્માન કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field